Get The App

ખુલ્લામાં વાહનો ધોવા, લઘુશંકા કરનારાને રૃ. 500નો દંડ થશે

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
ખુલ્લામાં વાહનો ધોવા,  લઘુશંકા કરનારાને રૃ. 500નો દંડ  થશે 1 - image

સાર્વજનિક સ્થળો ગંદકી કરનારા સાવધાન

કચરો ફેંકનારાઓ પાસેથી  ૨૦,૦૦૦નો દંડ વસૂલાશે

મુંબઈ -  સ્વચ્છ મુંબઈ સુંદર મુંબઈ માટે  શહેરમાં ગંદકી ફેલાવનારને અટકાવવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ   સાર્વજનિક સ્થળોએ કચરો ફેંકનારાઓને શિક્ષા કરવા માટે મુંબઈ મહાનગરપાલિકાએ દંડની રકમમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. તે મુજબ, ખુલ્લામાં પેશાબ કરનારા કે મળત્યાગ કરનારાઓ પાસેથી ૫૦૦ રૃપિયાનો દંડ વસૂલવામાં આવશે. દરમિયાન, અનધિકૃત સ્થળોએ કચરો ફેંકનારાઓ પાસેથી રૃ.૨૦,૦૦૦નો દંડ વસૂલવામાં આવશે.

 સાર્વજનિક સ્થળે વાહન ધોવા બદલ ૫૦૦ રૃપિયાનો દંડ ફટકારવામાં આવશે. પાલિકાએ નવા સ્વચ્છતા ઉપ-નિયમોને ઝડપી ગતિએ મંજૂરી આપવાની પ્રક્રિયા શરૃ કરી છે. વર્ષે ૨૦૦૬ના ઉપ-નિયમોની તુલનામાં આ વધારાનો દંડ છે અને પાલિકા વહીવટ તંત્રએ નાગરિકોને શિષ્ટતાભંગથી દૂર રહેવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે.

પાલિકા વહીવટ તંત્રએ  સ્વચ્છતા માટે ક્લીનઅપ માર્શલ નામનું અભિયાન હાથ ધર્યું હતું. પરંતુ ભ્રષ્ટાચાર, ગેરવસૂલી વગેરેને કારણે તે રદ કરવામાં આવ્યું હતું. તે આ માટે કુખ્યાત હતું. તેના બદલે, વિવિધ કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છતા પર દેખરેખ રાખવા માટે વોર્ડ આપવામાં આવ્યા છે અને કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી કરવાની સત્તા પણ આપવામાં આવી છે.

સાર્વજનિક સ્થળો પર ગંદકી ફેલાવનાર મેટરમાં 

દંડની રકમની ઝાંખી

વિગત ૨૦૦૬માં નવો દંડ

રસ્તા, ફૂટપાથ પર 

કુદરતે હાજરતે ૨૦૦ ૫૦૦

ખુલ્લામાં સ્નાન કરવું ૧૦૦ ૫૦૦

થુંકવુ ૨૦૦ ૨૫૦

ખુલ્લામાં પેશાબ કરવો ૨૦૦ ૫૦૦

સાર્વજનિક સ્થળોએ

પ્રાણીઓને ખોરાક આપવો ૫૦૦ ૫૦૦