Get The App

5 ગણી વધુ ફી ઉઘરાવતી 12 મેડિકલ કોલેજોને ચેતવણી

Updated: Oct 30th, 2024

GS TEAM

Google News
Google News
5 ગણી વધુ ફી ઉઘરાવતી 12 મેડિકલ કોલેજોને ચેતવણી 1 - image


1 કોલેજે એડમિશન માટે  50 લાખ માગ્યા

14 વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ એડમિશન રેગ્યુલેટીંગ ઓથોરિટીનો આદેશ

મુંબઈ :  નિયમિત ફી કરતાં પાંચગણી વધુ ફી માગનારી ખાનગી બિનઅનુદાનિત મેડિકલ, આયુર્વેદ, હોમિયોપથી અને યુનાની ડિગ્રી કોર્સની ૧૨ કૉલેજો સામે એડમિશન રેગ્યુલેટીંગ ઓથોરિટી (એઆરએ)એ લાલ આંખ કરી છે. આ કૉલેજો સામે ફરિયાદ કરનારા ૧૪ વિદ્યાર્થીઓ પાસેથી ફી રેગ્યુલેટરી ઓથોરિટી (એફઆરએ)ના નિર્ણય મુજબ ફી લઈ પ્રવેશ આપવા એડમિશન રેગ્યુલેટીંગ ઓથોરિટીએ આદેશ આપ્યો છે. 

રાજ્યની ખાનગી બિનઅનુદાનિત મેડિકલ કૉલેજ, હૉમિયોપેથી તેમજ યુનાની ડિગ્રી અને માસ્ટર્સ કૉલેજોમાં ઈન્સ્ટિટયૂશનલ ક્વૉટામાંથી પ્રવેશ લેતાં વિદ્યાર્થીઓ પાસેથી ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ માટે રેગ્યુલર ફી કરતાં પાંચગણ વધુ ફી માગવામાં આવી હતી. એફઆરએએ ફીમાં કોઈ વધારો કર્યો નથી અને ૧૦ નવેમ્બર ૨૦૨૩ના પ્રકાશિત નોટિસ પ્રમાણે જ ફી વસૂલવામાં આવે, એવો રાજ્યની તમામ ખાનગી બિનઅનુદાનિત મેડિકલ, આયુર્વેદ, હૉમિયોપથી અને યુનાની કૉલેજોને આદેશ હોવા છતાં કેટલીક કૉલેજો પાંચગણી ફી માગી રહી હતી. આ કૉલેજો નવી મુંબઈ, ધુળે, પરભણી, સાંગલી, જાલના, અહમદનગર, છત્રપતિ સંભાજી નગર, નાગપુરમાં આવેલી હોવાની માહિતી મળી છે.

કેટલીક કૉલેજોએ આખા કોર્સની ફી એકસાથે ભરવાની તો એક કૉલેજે એડમિશન માટે ૫૦ લાખ રુપિયાની માગણી કરી હોવાની ફરિયાદ કેટલાંક વિદ્યાર્થીઓએ એઆરએને કરી હતી. આ ફરિયાદની ગંભીર દખલ લઈ એડમિશન રેગ્યુલેટીંગ ઓથોરિટીએ સંબંધિત કૉલેજોને તુરંત નિયમિત ફી ધોરણ મુજબ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા આદેશ કર્યો છે. જો તેમ નહીં થાય તો કૉલેજો સામે કડક કાર્યવાહી થશે, એવું પણ કહેવાયું છે.  


Tags :