Mumbai

વિજય દેવરકોંડાને આદિવાસી સમુદાય પર ટીપ્પણી કરવાનું ભારી પડયું

By GS TEAM
24 Jun 20252 mins read
વિજય દેવરકોંડાને આદિવાસી સમુદાય પર ટીપ્પણી કરવાનું ભારી પડયું

માફી માગ્યા પછી પણ તેના વિરુદ્ધ એફઆરઆઇ કરવામાં આવી

મુંબઇ -  સિનેસ્ટાર વિજય દેવરકોંડા વિરુદ્ધ પોલીસમાં એફઆરઆઇ નોંધવામાં આવી છે. અભિનેતાએ માલા આદિવાસી સમુદાયને લઇને એક ટીપ્પણી કરી હતી.જેના કારણે વિવાદ ઊભો થયો છે. એકટરના વિરુદ્ધ ૧૭ જુનના રોજ કેસ ફાઇલ કરવામાં આવ્યો છે. ૨૬ એપ્રિલના રોજ વિજય દેવરકોંડાએ સૂર્યાની ફિલ્મ રેટ્રોના પ્રમોશન દરમિયાન હૈદરાબાદમાં આદિવસી સમુદાયને લઇને એક ટીપ્પણી કરી હતી. અભિનેતાએ આદિવાસી સમુદાયની ભાવનાઓને ઠેસ પહોચાડી હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે.વિજય દેવરકોંડાની ટીપ્પણીથી આદિવાસી નેતાઓ નારાજ થઇ ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, અભિનેતાએ આદિવાસીઓની સરખામણી આતંકવાદીઓ સાથે કરી હતી.  પોલીસે તરત જ આ મામલાની તપાસ શરૃ કરી દીધી હતી. 

આ પછી વિજય દેવરકોંડાએ ૩ મેના રોજ માફી માંગી હતી અને ટ્વીટર પર શેર કર્યું હતું. તેણે લખ્યું હતું કે. હું ઇમાનદારીથી સ્પષ્ટ કરવા માંગું છું કે, કોઇ પણ સમુદાય, વિશેષ રીતે આપણી અનુસૂચિત જનજાતીઓની ભાવનાને ઠેસ પહોંચાડવાનો મારો કોઇ ઇરાદો નહોતો. હું તેમનું સમ્માન કરુ છું અનેઆપણા દેશનું અભિગ્ન અંગ માનું છું. 

વિજય દેવરકોંડાએ ક્હ્યું હતુ ંકે, પહેલગામમાં  આતંકવાદીઓના હુમલા પછી ભારતે પાકિસ્તાન પર હુમલો કરવાની જરૃરત નહોતી. પાકિસ્તાન સ્વયં પોતાની સરકારથી તંગ આવી ગયું છે. તેઓ એવો વ્યવહાર કરી રહ્યા છે. જેવો ૫૦૦ વરસ પહેલા જનજાતીય કબીલા અને આદિવાસીઓ વગર વિચારે એકબીજા સાથે લડતા હતા. આજે લોકો કોઇ પણ સમજદારી વગર લડી રહ્યા છે.