ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અને નિર્માતા કૌસ્તુભ ત્રિવેદીનું અવસાન
મુંબઈ - ગુજરાતી રંગભૂમિના દિગ્ગજ કલાકાર અને ૪૦ વર્ષની કારકિર્દીમાાં ૨૦૦થી ૨૫૦ નાટકોનું નિર્માણ કરનાર કૌસ્તુભ ત્રિવદી (૬૯)નું આજે સાંજે પાંચ વાગે હિન્દુજા હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમના અવસાનના સમાચારથી ગુજરાતી રંગભૂમિના કલાકારો સહિત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફરી વળી હતી. તેઓ ઘણા લોકપ્રિય નાટકોમાં કામ કરી ચૂક્યા છે. તેમણે રામાનંદ સાગરની અતિલોકપ્રિય સિરિયલ રામાયણમાં કેવટનો રોલ પણ કર્યો હતો.
પપ્પા અમારા પ્રાઈમ મિનિસ્ટર, પપ્પા મારા પ્રેમ ચોપરા સહિતના સુપરહિટ નાટકો ભજવનાર કૌસ્તુભ ત્રિવેદીએ ડિયર ફાધર, ગર્વથી કહો અમે ગુજરાતી છીએ અને આર યા પાર જેવા નાટકો પણ આપ્યા હતા. કૌસ્તુભ ત્રિવેદી અરવિંદ ત્રિવેદી અને ઉપેન્દ્ર ત્રિવેદીના ભત્રીજા હતા.
તેમની સ્મશાન યાત્રા બુધવારે સવારે ૯.૦૦ કલાકે તેમના કાંદિવલીના નિવાસસ્થાનથી નીકળશે.