પીઢ અભિનેત્રી સંધ્યા શાંતારામનું 87 વરસની વયે નિધન

મરાઠી અને હિંદી ફિલ્મોમાં તેમના અભિનય અને ડાન્સને હજી પણ લોકો યાદ કરે છે
મુંબઇ - 'અરે જા રે નટખટ ન ખોલ મોરા ઘૂંઘટ પલટ કે દુંગી આજ તોરે ગાલી લે.' ગીત સાંભળતાં જ બ્લેક એન્ડ વ્હાઇટ સિનેમાની સંધ્યા નૃત્ય કરતી યાદ આવી જાય છે. પીઢ અભિનેત્રી સંધ્યા શાંતારામે ૮૭ વરસની વયે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા હતા. વૃદ્ધાવસ્થાની બીમારીઓને કારણે તેમનું નિધન થયું હતું. મુંબઇના શિવાજી પાર્ક સ્થિત વૈંકુઠ ધામમાં તેમના પરિવારજનોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
સંધ્યાનો જન્મ ૧૩ સપ્ટેમ્બરના ૧૯૩૮માં થયો હતો. તમેણે અમર ભોપાલી, પરછાંઇ, તીન બત્તી ચાર રસ્તા, ઝનક ઝનક પાયલ બાજે, દો આંખે બારા બાથ, નવરંગ, સ્ત્રી, જલ બિન મછળી નૃય બિન બીજલી, સહેરા, લડકી સહયાદ્રી કી જેવી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ કરી હતી.
સંધ્યાના મરાઠી અને હિંદી સિનેમાના અદભૂત અભિનય અને નૃત્યને આજે પણ લોકો યાદ કરે છે. તેમનો મરાઠી ફિલ્મ પિંજરાના અભિનય લોકો આજે પણ ભૂલ્યા નથી. તેમણે બોલીવૂડમાં ઝનક ઝનક પાયલ બાજે, દો આંખે બારા હાથ, નવરંગમાં યાદગાર ભૂમિકાઓ કરી છે.
સંધ્યા જાણીતા ફિલ્મસર્જક વી શાંતરામનાં ત્રીજી પત્ની હતાં. શાંતારામે બીજી પત્ની જયશ્રી સાથે છૂટાછેડા લીધા પછીના એક મહિનો રહીને સંધ્યા સાથે લગ્ન કરી લીધા હતા. ફિલ્મ પિંજરા દરમિયાન તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને જે લગ્નજીવનમાં પરિણમ્યો હતો. જોકે સંધ્યાએ અધિક ફિલ્મમો કરી નથી. વી શાંતારામે ૧૮૫૧માં પોતાની ફિલ્મ અમર ભૂપાલી માટે નવી પ્રતિભાઓની શોધ દરમિયાન સંધ્યાની પ્રતિભાને ઓળખી હતી અને ફિલ્મમાં તેને એક સિંગરની ભૂમિકા આપી હતી.









