Get The App

વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડના નિર્ણયથી હવે ફ્લેટ ધારકો પણ જમીનના હિસ્સેદાર બનશે

Updated: Apr 12th, 2026

GS TEAM

Google News
Google News
વર્ટિકલ પ્રોપર્ટી કાર્ડના નિર્ણયથી હવે ફ્લેટ ધારકો પણ જમીનના હિસ્સેદાર બનશે 1 - image

 છેતરપિંડી રોકવા, માલિકી હક્ક વધુ મજબૂત કરવા ઐતિહાસિક પગલું

નવા નિયમ મુજબ જમીનમાં ફ્લેટધારકનો કેટલો હિસ્સો છે તેની સત્તાવાર નોંધણી કરવામાં આવશે 

મુંબઈ -  મહારાષ્ટ્ર સરકારે રિયલ એસ્ટેટ અને પ્રોપર્ટી માર્કેટમાં પારદશતા લાવવા માટે એક સીમાચિહ્નરૃપ નિર્ણય લીધો છે. રાજ્ય મંત્રીમંડળે 'વટકલ પ્રોપર્ટી કાર્ડ'ના નિયમોને લીલી ઝંડી આપી દીધી છે. આ સાથે જ મહારાષ્ટ્ર ફ્લેટ, બહુમાળી ઇમારતો અને કોમશયલ કોમ્પ્લેક્સ માટે વ્યક્તિગત માલિકીના સત્તાવાર રેકોર્ડ તૈયાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. અત્યાર સુધી શહેરી વિસ્તારોમાં રહેતા ફ્લેટધારકો પાસે જમીનનો કોઈ સીધો રેકોર્ડ નહોતો, જે ઉણપ હવે આ નિર્ણયથી દૂર થશે.

  આ નિર્ણયથી  દરેક ફ્લેટને પોતાની અલગ સરકારી ઓળખ મળશે.વારસાઈ હક નોંધાવવા, વેચાણ કરવા કે બેંકમાં ગીરવેે મૂકવા માટે હવે સરળતા રહેશે. હાલ મહારાષ્ટ્રમાં ૫૬ લાખ શહેરી પ્રોપર્ટી કાર્ડ અને ૨.૫ કરોડ ગ્રામીણ ઉતારા છે, જેમાં હવે કરોડો ફ્લેટધારકોનો ઉમેરો થશે.આમ ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોની જેમ, હવે મુંબઈ, પુણે, થાણે જેવા શહેરોમાં ફ્લેટ ધારકોના નામ જમીન ઉતારા પર દેખાશે.

   ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ, પ્રોપર્ટી કાર્ડ કે ૭/૧૨ના ઉતારા માત્ર જમીનના ટુકડાના માલિકોના નામે જ રહેતા હતા. ઇમારત બની ગયા પછી ફ્લેટધારક પાસે માત્ર તેના ફ્લેટની ચાર દીવાલોનો જ હક રહેતો હતો. પરંતુ હવે નવા નિયમ મુજબ, જે જમીન પર ઇમારત ઊભી છે, તે જમીનમાં ફ્લેટધારકનો કેટલો હિસ્સો છે તેની સત્તાવાર નોંધણી કરવામાં આવશે. દાખલા તરીકે, જો કોઈ બિલ્ડિંગમાં ૧૨૦ ફ્લેટ હોય, તો રેકોર્ડમાં ગુ્રપ નંબર ૫૭૪/૨, શેર ૧/૧૨૦' જેવી સ્પષ્ટ નોંધ જોવા મળશે.

    આ અંગે લેન્ડ રેકોર્ડ્સના ડાયરેક્ટર એસ. ચોક્કાલિંગમે  વિગતો આપતા જણાવ્યું હતું કે, આ નવા કાર્ડમાં મકાનનો કુલ વિસ્તાર, કાર્પેટ એરિયા મુજબનો હિસ્સો અને ડિજિટલ સહી સાથેનો કયુ આર કોડ સામેલ હશે. આ સિસ્ટમ અમલમાં આવવાથી એક જ ફ્લેટ બે અલગ-અલગ વ્યક્તિઓને વેચી દેવાના કૌભાંડો કે એક જ પ્રોપર્ટી પર અનેક બેંકોમાંથી લોન લેવાની છેતરપિંડીઓ પર કાયમી લગામ લાગશે.

     સરકાર ટૂંક સમયમાં આ નિયમોનો મુસદ્દો (ડ્રાફ્ટ) જાહેર કરી જનતા પાસેથી વાંધા-સૂચનો મંગાવશે. ત્યારબાદ પસંદગીના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં પાયલોટ પ્રોજેક્ટ શરૃ કરવામાં આવશે. જમીન રેકોર્ડ વિભાગના અધિકારીઓ દરેક ઇમારતનો સર્વે કરી ડેટા એકત્રિત કરશે. શરૃઆતમાં આ કામગીરી મેન્યુઅલી થશે, પરંતુ અંતે તમામ વિગતો ઓનલાઈન પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે.