અનિચ્છીત નવજાતને કુવામાં ફેંકી દેનારા પિતાને કસૂરવાર ઠેરવતો ચુકાદો બહાલ

ગુના બાદ પત્ની સમક્ષ કરેલી કબૂલાતને મહત્ત્વની કડી ગણી
પત્નીએ ગર્ભપાત કરાવવાનો ઈનકાર કરતાં રાત્રે બાળકને વરુ લઈ ગયાનું કહીને કુવામાં ફેંકી દીધું
મુંબઈ - પત્નીએ ગર્ભપાત કરવાનો ઈનકાર કર્યા બાદ જન્મેલા અનિચ્છીત નવજાત પુત્રની હત્યા બદલ પતિને કરાયેલી સજા હાઈકોર્ટે બહાલ રાખી છે.
સોલાપુરના સાંગોલા તા લુકાના અંજલે ગામના આરોપી વિલાસ યેલપલેની અપીલને રદબાતલ કરીને કોર્ટે જણાવ્યુંં હતું કે સંજોગોની કડીને અઆધારે ગુનો પુરવાર થાય છે જે દર્શાવે છે કે આરોપીએ જ એક મહિનાના બાળકને કુવામાં ફેંકી દીધું હતું.
સપ્ટેમ્બર ૨૦૧૧માં અવતરેલો પુત્ર યેલપલેનું ત્રીજું સંતાન હતું. પત્ની સાથે ખરાબ વર્તાવ અને લગ્નબાહ્ય સંબંધને કારણે તેનું લગ્નજીવન ડામાડોળ હતું.
યેલપલેની પત્નીએ દાવો કર્યો હોત કે ગર્ભાવસ્થા દરમ્યાન પતિ અને તેના પરિવારે તેને ગર્ભપાત કરવાનું જણાવ્યું હતું પણ પોતે ઈનકાર કર્ય ોહતો. મુંબઈમાં પીયરે પુત્રને જન્મ આપ્યા બાદ ઓક્ટોબર ૨૦૧૧માં સાસરે ગઈ હતી. બીજા દિવસે પરોઢિયે ઉઠતાં ઘોડિયામાંથી બાળક ગુમ થયેલું જણાયું હતું. પતિ પણ ઘરે નહોતો. બાહર તપાસ કરવા દોડી જતાં પતિ અને તેના પરિવારે વરુ ઉપાડી ગયું હોવાનો દાવો કર્યો હતો અને સવારે તપાસ કરીશું તેમ જણાવ્યું હતું. બાદમાં પાડોશના કુવામાં બાળકનો મૃતદેહ તરતો મળ્યો હતો. પોલીસે યેલપલેના કઝીનના કહેવાથી અકસ્માત મૃત્યુનો કેસ દાખલ કર્યો હતો.
યેલપલેએ બાદમાં પત્ની સાથે ઝઘડો કર્યો હતો કે તેને ગર્ભપાત કરવાનું કહેવા છતાં બાળકને જન્મ કેમ આપ્યો? આથી અમે તુ સૂતી હતી ત્યારે બાળકને કુવામાં ફેંકી દીધું, એમ કબૂલ્યું હતું. આ ઘટના બાદ પત્ની બીમાર પડી ગઈ હતી અને સાજી થઈ ત્યારે પોલીસમાં એક મહિના બાદ ફરિયાદ નોઁધાવી હતી.
તપાસમાં પોલીસને બાળકની ગોદડી ઘરની પાસેના ઝાડ પર મળી હતી. કોર્ટે યેલપલેના વર્તનને કૃત્રિમ ગણાવ્યું હતું કેમ કે તેણે કથિત પણે વરું બાળકને લઈ જતાં જોયું ત્યારે તેણે પાડોશીઓનેકે કોઈને બાળક માટે સતર્ક કર્યા નહોતા અને પત્નીને નહીં રડવા સમજાવ્યું અને સવારે તપાસ કરીશું એમ ખાતરી આપી હતી.યેલપલેના કહેવાથી મળેલી ગોદડી તેની પત્નીના નિવેદનને સમર્થન આપે છે એમ કોર્ટે નિરીક્ષણ કર્યું હતું.
ઘરના લોકોએ પણ ગુનાને લઈનેખુલાસો આપવાનો રહે છે ઘરના લોકો ચુપ રહીને ખુલાસો આપ્યા વિના છટકી શકે નહીં,કોર્ટે નિરીક્ષણ કર્યું હતું કે બાળકની હત્યાનું તારણ કાઢવા આરોપીએ પત્નીને આપેલી કોર્ટ બાહ્ય કબૂલાત પુરતી છે.








