Get The App

નવી મુંબઇની હોલસેલ માર્કેટમાં શાકભાજીના ગગડવા માંડેલા ભાવ

Updated: Apr 11th, 2026

GS TEAM

Google News
Google News
નવી મુંબઇની હોલસેલ માર્કેટમાં શાકભાજીના ગગડવા માંડેલા ભાવ 1 - image

આવકમાં જબરજસ્ત વધારો થતાં અસર 

રિટેલરો બમણાં ભાવે શાક વેંચીને ગ્રાહકોના ખિસ્સા ખાલી કરે છે

મુંબઇ -  નવી મુંબઇની એ.પી.એમ.સી. (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી)ની હોલસેલ ભાજીપાલા માર્કેટમાં શાકભાજીની આવકમાં વધારો થતા ભાવ ગગડવા માંડયા છે. ગઇ કાલે ૫૦૦ ટ્રક ભરીને ૨૫૦૦ ટન શાકભાજીની આવક થઇ હતી.

શાકભાજીના ભાવ ઘટવા માંડતા ગ્રાહકોને રાહત થઇ છે જ્યારે શાકભાજી ઉગાડતા ખેડૂતો ચિંતામાં પડી ગયા છે.

એક જ દિવસમાં ૧૫૦ ટન કોબીની આવક થતા હોલસેલમાં ૩થી ૬ રૃપિયે કિલો વેચાણ થયું હતું. જો કે રિટેલ માર્કેટમાં કોબી ૩૦ રૃપિયાની આસપાસ વેંચાતી હતી. આવી જ રીતે ૧૭૦ ટન ટમેટાની આવક થવાથી હોલસેલમાં ૭થી ૧૪ રૃપિયે કિલોના ભાવે વેચાણ થયું હતું. જો કે છુટકમાં ૩૦થી ૪૦ રૃપિયે વેચાતા હતા.

હોલસેલમાં શાકભાજી જે કિંમતે વેંચાય છે તેની ઉપર બમણાથી વધુ નફો ચડાવીને રિટેલરો વેંચે છે અને આમ ઘટેલા ભાવનો લાભ ગ્રાહકો સુધી પહોંચવા નથી દેતા.

શાકભાજી હોલસેલ રિટેલ

ભીંડા ૨૦થી ૪૦ રૃા. ૪૦થી ૮૦રૃા.

દૂધી ૧૨થી ૨૦ ૪૦થી ૬૦ 

ફણસી ૩૬થી ૪૪ ૮૦થી ૧૦૦

ફ્લાવર ૮થી ૧૪ ૪૦થી ૬૦

ગુવાર ૫૦થી ૭૦ ૧૦૦થી ૧૨૦

કોબી ૩થી ૬ ૩૦થી ૪૦

ટમેટા ૭થી ૧૪ ૩૦થી ૪૦

રિંગણા ૧૨થી ૨૦ ૪૦થી ૬૦

વટાણા ૬૦થી ૭૫ ૮૦થી ૧૨૦