અતિવૃષ્ટિને કારણે આવક ઘટતાં અસર
ભિંડા અને દુધીના ભાવોએ સેન્ચુરી મારી ઃ રિટેલરો મોકો જોઇ બેફામ નફો પડાવે છે
મુંબઇ - મહારાષ્ટ્રમાં ઠેર ઠેર અતિવૃષ્ટિને કારણે શાકના ભાવ ફરી ભડક્યા છે. નવી મુંબઇની એપીએમસી માર્કેટમાં શાકભાજીની આવક ઘટતા કિંમત વધવા માંડી છે.
મહારાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાંથી નવી મુંબઇની હોલસેલ માર્કેટમાં આવતા શાકના પુરવઠામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. પરિણામે વટાણા અને ગુવાર ૨૦૦ રૃપિયે અને દૂધી-ભિંડાએ સેન્ચુરી મારી છે.
સામાન્ય રીતે નવી મુંબઇ માર્કેટમાં રોજ ૬૦૦ થી ૭૦૦ માલવાહક વાહનોમાં શાકભાજીની આવક થતી હોય છે. પરંતુ ગઇકાલે લગભગ ૪૦૦ વાહનો જ આવ્યા હતા ઓછી આવક સામે ડિમાન્ડ વધું હોવાથી કિંમત ચડવા માંડી છે એમ માર્કેટના વેપારીઓએ જણાવ્યું હતું. શાકની તંગીનો લાભ ઉઠાવીને રિટેલરો બેફામ ભાવ વસૂલ કરી રહ્યા હોવાની લોકોની ફરિયાદ છે.
જથ્થાબંધ અને છૂટકનો કિલોનો ભાવ
શાક હોલસેલ રિટેલ
વટાણા ૮૦ થી ૧૨૦ ૧૬૦થી ૨૦૦
ગુવાર ૬૦થી ૯૦ ૧૮૦થી ૨૦૦
ભિંડા ૪૪ થી ૬૦ ૧૦૦થી ૧૨૦
ફણસી ૫૬થી ૬૬ ૧૦૦થી૧૨૦
કારેલા ૨૮ થી ૩૨ ૬૦થી ૧૦૦
રિંગણા ૩૦ થી ૩૬ ૮૦ થી ૧૦૦


