હાઉસિંગ પ્રોજેક્ટમાં રોકાણ પર વળતરની લાલચે ફસાયા
નિર્માતા પણ હોવાનો દાવો કરનનારા બિલ્ડરે શરુઆતમાં મામૂલી વળતર આપ્યું ઃ બાદમાં મોબાઈલ નંબર અને સરનામાં બદલી નાખ્યાં
મુંબઈ - મુંબઈ પોલીસે અભિનેત્રી વર્ષા ઉસગાંવકર અને અન્ય ચાર લોકો સાથે ે રોકાણ પર આકર્ષક વળતર આપવાના વચન સાથે રૃ.૪૭ લાખની છેતરપિંડી કરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે,એમ એક પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું.
શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના અધિકારીએ એફઆઈઆરને ટાંકીને જણાવ્યું હતું કે આરોપી અવિનાશ જાધવ સામે કાર્યવાહી મૃણાલિની સુભાષ જાંભળેની ફરિયાદને આધારે કરવામાં આવી છે.
પોતાની ફરિયાદમાં જાંભળેએ જણાવ્યું હતું કે આરોપી જાધવે ફિલ્મ નિર્માતા અને બિલ્ડર તરીકે પોતાની ઓળખ આપી હતી.ડોમ્બિવલીમાં એક બાંધકામ પ્રોજેક્ટમાં રોકાણ કરવા માટે મનાવી લીધા હતા.
અધિકારીએ એફઆઈઆરનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે જાધવે કથિત રીતે રોકાણ પર ઉચ્ચ વળતર અને એક વર્ષની અંદર મૂળ રકમ ચૂકવવાનું વચન આપ્યું હતું.
અધિકારીએ કહ્યું હતું કે, નવેમ્બર ૨૦૧૯ અને ફેબુ્રઆરી ૨૦૨૦ની વચ્ચે ફરિયાદી, મરાઠી અને હિન્દી ફિલ્મોમાં અભિનય માટે જાણીતી ઉસગાંવકર અને અન્ય ત્રણ લોકોએ ચેક તથા ઓનલાઈન વ્યવહારો દ્વારા સામૂહિક રીતે ૪૭ લાખ રૃપિયાનું રોકાણ કર્યું હતું.
શરૃઆતમાં આરોપીએ વળતરના ભાગ રૃપે રોકાણકારને રૃ.૪.૫૨ લાખ રૃપિયા ચૂકવ્યા હોવાનું કહેવાય છે. જોકે પછીથી પસા આપ્યા નહોતા.ફરિયાદી જાંભળેએ વારંવાર આરોપીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો.ત્યારે જાધવે કથિત રીતે સંપર્ક ટાળવા માટે પોતાનો મોબાઇલ નંબર અને સરનામાં બદલી નાખ્યા હતા.
આથી ફરિયાદીને ખ્યાલ આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે.જેના કારણે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. અધિકારીએ જણાવ્યું કે જાધવ પર તાજેતરમાં ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ છેતરપિંડી અને ગુનાહિત ધમકી આપવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે.


