Get The App

મુંબઇના રેલવે સ્ટેશનો પર વેંચાતા વડાપાઉં મોંઘા બન્યાં

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
મુંબઇના રેલવે સ્ટેશનો પર વેંચાતા વડાપાઉં મોંઘા બન્યાં 1 - image


પહેલી જુલાઇથી પ.રેલવેમાં નવા દરો લાગુ

લિંબૂ અને કોકમ શરબતના દરમાં રૃપિયાનો ઘટાડો, સેવપુરી, દાબેલી, ચાયનીઝ ભેળ વગેરને પણ વેચાશે

મુંબઈ -  મુંબઇના રેલવે સ્ટેશનો પર મળતા વડાપાઉં હવે મોંઘા થશે. પ્રવાસીઓએ ૧૩ને બદલે ૧૮ રૃપિયા ચૂકવવા પડશે. ઉપરાંત હવે સ્ટેશનના સ્ટોલ પર હોટડોગ, ચાયનીઝ ભેળ, સેવપુરી વગેરે ખાદ્યપદાર્થો પણ વેંચાશે. સાથે સ્ટેશને મળતા લિંબુ અને કોકમના શરબતના દરમાં એક રૃપિયો ઓછો થયો છે. હવે છને બદલે પાંચ રૃપિયામાં મળશે. 

વડાપાવ એ મુંબઇવાસીઓનું તેમાં પણ ખાસ કરીને ગરીબોનું બર્ગર મનાતું આ ફાસ્ટ ફૂડ ઓછા પૈસામાં ભૂખ ભાંગે છે. મુંબઇમાં કોઇપણ ઠેકાણે સડક પર સહજ મળી જતા આ ખાદ્ય પદાર્થને પણ મોંધવારી નડી છે રસ્તા પર  મળતા વાડાપાઉંનો દર ૨૫થી ૩૦ જેટલો થઇ ગયો છે. જોકે રેલવે સ્ટેશને અત્યાર લગી વડાપાવ સસ્તા ભાવમાં મળે છે. તેથી અનેક લોકો અહીંથી ખરીદે છે. હવે મુંબઇના રેલવે સ્ટેશનો પર ૧૩ને બદલે ૧૮ રૃપિયામાં વડાપાવ વેંચાશે. પશ્ચિમ રેલવેએ આ સુધારેલા દરોને મંજૂરી આપી દીધી છે અને પહેલી જૂલાઇથી પશ્ચિમ રેલવેમાં આ દરો લાગુ થઇ ગયા છે.

રેલવે બોર્ડની ગાઇડલાઇન્સ પ્રમાણે દર છ મહિને સ્ટેશનોના સ્ટોલ પર વેંચાતા ખાદ્ય પદાર્થોની કિંમતની સમીક્ષા કરીને તેમાં ફેરફાર કરવા જરૃરી છે. પશ્ચિમ રેલવેના સ્ટોલ પરના ખાદ્ય પદાર્થોની કિંમતમાં વર્ષ ૨૦૨૧માં ફેરફાર કરવામાં આવ્યો હતો. મોંઘવારીને કારણે સ્ટોલચાલકો અનેકવાર ભાવ વધારાની માગણી કરી રહ્યા હતા. તેથી આ વધારો કરવામાં આવ્યો છે. તેમજ લિંબૂ અને કોકમ શરબતના દરમાં રૃપિયો ઓછો કરીને તેની માત્રા પણ ઘટાડવામાં આવી છેં. અગાઉ છ રૃપિયામાં ૨૦૦મિલીલિટર પીણું મળતું હતુ હવે પાંચ રૃપિયામાં ૧૫૦ મિલીલિટર મળશે. 

દરમિયાન હવે રેલવે સ્ટેશનો પર સેવપુરી(૪૫ રૃપિયા), દાબેલી(૨૦), વેજ હોટડોગ(૩૫), ચાયનીઝ ભેલ(૩૦), વેજ પફ(૩૫), વેજ ચીઝ ટોસ્ટ સેંડવિચ(૫૦) વગેરે મળશે.


Tags :