Get The App

દીપડાના ઉપદ્રવને રોકવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
દીપડાના ઉપદ્રવને રોકવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ 1 - image

ઘોડબંદર અને નવઘર ગામોના મેન્ગ્રોવમાંથી ભટકી ગયો 

ભાયંદરમાં દીપડો રાષ્ટ્રીય ઉદ્યાનમાં માતાથી છૂટો પડી ગયેલોઃ વન મંત્રાલયે જખમીની સારવારનો ખર્ચ ઉપાડયો

    મુંબઈ - ભાયંદરના શહેરી વિસ્તારમાં પ્રવેશેલો દીપડો બોરીવલીના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન (નેશનલ પાર્ક) વિસ્તારમાંથી આવ્યો હોવાની માહિતી વનમંત્રી ગણેશ નાઈકે માહિતી આપી હતી. રાજ્યમાં દીપડાના વધતા જતા બનાવોને રોકવા માટે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે અને દીપડાને પકડીને જુન્નર તાલુકામાં દીપડા સફારી શરૃ કરવામાં આવશે, એમ વનમંત્રીએ માહિતી આપી હતી.

ભાયંદરના વ્યસ્ત વિસ્તારમાં શુક્રવારે પારિજાત બિલ્ડિંગમાં ઘૂસેલા એક દીપડાએ સાત લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એક યુવતી ગંભીર રીતે જખમી થઈ હતી. વનમંત્રી ગણેશ નાઈકે શનિવારે ઇમારતના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને હોસ્પિટલમાં જખમીને મળ્યા અને તેમની પૂછપરછ કરી હતી. તેમણે કહ્યું હતું કે તમામ ઘાયલોનો ખર્ચ વન વિભાગ ઉઠાવશે. જખમી અંજલી ટાકના ચહેરા પર ગંભીર ઈજાઓ છે અને તેની પ્લાસ્ટિક સર્જરી થશે.

આ દીપડો ચાર વર્ષનો છે અને સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનમાં તેની માતાથી અલગ થઈ ગયો હતો. રાષ્ટ્રીય ઉદ્યાન નજીકના ઘોડબંદર અને નવઘર ગામોના મેન્ગ્રોવ જંગલોમાંથી ભૂલથી અહીં પ્રવેશી ગયો હશે. તેના ગળામાં રેડિયો કોલર લગાવવામાં આવશે અને તેના પર નજર રાખવામાં આવશે.ચ

 જુન્નચરમાં 'લેપડ સફારી' શરૃ કરવાનો પ્લાન

દીપડા શહેરી વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે અને હુમલો કરી રહ્યા છે. દીપડાઓની હિલચાલ અટકાવવા માટે આટફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં, દીપડો જોવા મળતાં જ જોરથી સાયરન વાગશે અને લોકોને ચેતવણી આપવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું. રાજ્યમાં દરેક જગ્યાએ દીપડાઓની સંખ્યા વધી છે. ફક્ત જુન્નરમાં જ સાડા સાતસો દીપડા છે. નાસિકના અહિલ્યાનગરમાં દીપડા જોવા મળે છે. તેઓ ફક્ત જંગલના પ્રાણીઓ નથી પરંતુ હવે શેરડીના ખેતરોમાં પણ વધી રહ્યા છે. તેથી, દરેક જગ્યાએ પાંજરા ગોઠવીને દીપડાઓને પકડવામાં આવી રહ્યા છે. તેમ જ તેઓ આ દીપડાઓને પકડવા અને જુન્નરમાં 'લેપડ સફારી' શરૃ કરવાનો ઇરાદો ધરાવે છે.

આથક મદદ કરાઈ

રાજ્યના વનમંત્રી ગણેશ નાઈકે ભાયંદર-ઈસ્ટના શહેરી વિસ્તારમાં ઘૂસેલા દીપડાના હુમલામાં ઘાયલોની મુલાકાત લીધી હતી, તેમની પૂછપરછ કરી અને તેમને સાંત્વના આપી હતી. તેમની સારવારનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. તેમ જ દરેક ઘાયલ વ્યક્તિને ૫૦,૦૦૦ રૃપિયાની સહાયની પણ જાહેરાત કરી છે.

પ્લાસ્ટિક સર્જરી 

મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં દાખલ અંજલીને પ્લાસ્ટિક સર્જરીની જરૃર હોવાથી સરકાર તેનો સંપૂર્ણ તબીબી ખર્ચ ઉઠાવશે. દીપડો શહેરી વિસ્તારમાં ચોક્કસ કેવી રીતે પહોંચ્યો તે શોધવા માટે તપાસ કરવામાં આવશે અને આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.