Get The App

નવી મુંબઇમાં ઇનોવા કારની ડિકીમાંથી હાથ બહાર લટકતો દેખાતાં ખળભળાટ

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
નવી મુંબઇમાં ઇનોવા કારની ડિકીમાંથી હાથ બહાર લટકતો દેખાતાં ખળભળાટ 1 - image


વાશી- સાનપાડા  વચ્ચેનો સીન જોઈ ચકચાર જાગી 

લેપટોપ બ્રાન્ડના પ્રમોશન માટે  રીલ બનાવવા ક્રાઈમ સીન ઊભો કરનારા ચારની અટકાયત

મુંબઇ -  વાશી સાનપાડા રોડ પર ગઈ રાતે રસ્તા પર દોડતી એક ઈનોવા કારની ડિકીમાંથી બહાર હાથ લટકી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થતાં અપહરણ કે હત્યાની શંકાએ પોલીસ દોડતી થઈ હતી. જોકે, બાદમાં તપાસમાં પર્દાફાશ થયો હતો કે લેપટોપના વેપારીએ પ્રમોશન માટે ક્રાઈમ સીનનું રીલ બનાવી  વાયરલ કર્યું હતું. પોલીસે આ રીલ બનાવનારા ચારની અટકાયત કરી છે. 

આ બાબતનો એક વીડિયો મોડી રાત્રે સોશિયલ મીડિયા પર વહેતો થયો હતો. જેમા કોઇ વ્યક્તિનું સંભવિત અપહરણ અથવા હત્યા થઇ હોવાનું  લાગતા એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી વાયરહલ કરતા ખળભળાટ મચી ગયો હતો. આ વ્યક્તિએ ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ સાનપાડા પોલીસને પણ કરી હતી.

ત્યારબાદ પોલીસે  ત્વરિત તપાસના ચક્રો ગતિમાન કરી આ કારને ઘાટકોપરથી શોધી કાઢી હતી. પોલીસે આ પ્રકરણને કારના ડ્રાઇવર અને અન્ય ત્રણ જણને પૂછપરછ માટે અટકાયતમાં લીધા હતા. આમાંથી એક વ્યક્તિ નવી મુંબઇના કોપરખૈરણે વિસ્તારમાં લેપટોપની દુકાન ચલાવે છે અને તેના બ્રાન્ડ પ્રમોશન માટે અન્ય લોકો સાથે મળી 'રીલ' બનાવવા તેણે આ પ્રકારનો ક્રાઇમ સીન ઉભો કર્યો હતો અને ઉક્ત દ્રશ્ય વીડિયો શૂટનો એક ભાગ હોવાનું સ્પષ્ટ કર્યું હતું.

 નવી મુંબઇના એસીપી અજય લાંડગેએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે આ યુવાનો મુંબઇના રહેવાસી છે અને એક લગ્નમાં ભાગ લેવા નવી મુંબઇ આવ્યા હતા. આ દરમિયાન તેમણે આ વીડિયો શૂટ કર્યો હતો. આ બાબતની તપાસમાં કાંઇ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. પોલીસે આ લોકોએ બનાવેલ તમામ વિડીયો પણ જપ્ત કર્યા હતા.

દરમિયાન સાન-પાડા પોલીસ મથકમાં એક વ્યક્તિ આ બાબતે ફરિયાદ કરતા પોલીસે કેસ દાખલ કર્યો હતો. આ ઘટના બાબતે એસીપી લાંડગેએ જનતાને  અપીલ કરતા જણાવ્યું હતું કે યુવાનોએ રીલ બનાવવા  શહેરમાં ભય સર્જાય તેવું કૃત્ય કરવું જોઈએ નહિ.


Tags :