Get The App

એક જ ઘરમાં 2 સગા ભાઈનાં મોત,બાપે દૃષ્ટિ ગુમાવી

Updated: May 30th, 2026

GS TEAM

Google News
Google News
એક જ ઘરમાં 2 સગા ભાઈનાં મોત,બાપે  દૃષ્ટિ ગુમાવી 1 - image

હવે ઘર કેમ ચલાવશું, મૃતકોની પત્નીઓનો સવાલ

બે બાળકીઓએ પિતા ગુમાવ્યાઃ મોઢેથી અચાનક ફીણ નીકળ્યાં અને થોડીવારમાં મોત

મુંબઈ    ઝેરી દારૃ પીવાથી વિજય રાઠોડ અને  તેના ભાઈનું  મૃત્યુ થયું હતું.જ્યારે તેમના પિતા પ્રકાશ રાઠોડ પણ દૃષ્ટિ ગુમાવી ચૂક્યા છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.આ ઘટનાથી  પિંપરી ચિંચવડના ફુગેવાડીમાં રહેતા રાઠોડ પરિવાર  પર મોટું સંકટ આવી ગયું છે.

    પતિ ગુમાવવાનું દુઃખ અને ભાવિ જીવનની ચિંતા વ્યક્ત કરતી વખતે બંને ભાઈની  પત્નીઓ સારિકા અને સંગીતા રાઠોડ રડી પડી હતી. હવે અમે બાળકોનું શિક્ષણ અને ઘરનો ખર્ચ કેવી રીતે ચલાવીશું ? એવો સવાલ તેમણે કર્યો હતો.તેમણે એવી પણ માંગ કરી કે વહીવટીતંત્ર ગુનેગારો સામે કડક કાર્યવાહી કરે અને પરિવારને આથક સહાય પૂરી પાડે. આ સમગ્ર ઘટના બાદ ફુગેવાડી વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે અને નાગરિકોમાં ગુસ્સાનું વાતાવરણ છે. આ ઘટનાથી વિસ્તારના દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા.

    આ  પરિવારનું હસતું અને રમતું જીવન એક જ દિવસમાં રાખ થઈ ગયું. પરિવારનો મુખ્ય આધાર એવા કમાતા બે ભાઈઓ એક જ દિવસે ચાલ્યા ગયા હતા. સોનાલીને એક પુત્ર અને એક પુત્રી છે.જ્યારે સંગીતાને બે બાળકો છે. બંને ભાઈઓએ ગુજરાન ચલાવવા માટે ખૂબ મહેનત કરી હતી.તેઓ  મુંબઈ છોડીને ફુગેવાડી વિસ્તારમાં કામ કરવા આવ્યા હતા.

    બીજી ઘટનામાં  અકબર અઝીમ ખાન પઠાણને મોઢામાંથી ફીણ નીકળ્યા બાદ વાયસીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. સંબંધીઓએ જણાવ્યું હતું કે તે છેલ્લા ૧૫  વર્ષથી દારૃ પીતા હતા. ત્રીજા બનાવમાં રાજેશ રાજપૂતને  અચાનક બેભાન થઈ ગયા બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેની  બે પુત્રીઓ છે અને તે બેંકમાં  રિકવરીનું  કામ કરતા હતા. ગુરુવારે રાત્રે વધુ બે લોકો આનંદ નિકાલજે અને આનંદ દેસાઈનું મૃત્યુ થયું હતું. આ પાંચેય મૃતદેહોનું પોસ્ટમોર્ટમ વાયસીએમ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.