Get The App

ચેમ્બુરમાં પકડાયેલાં ડ્રગનાં કેસમાં બે ફાર્માસિસ્ટને ૨૦ વર્ષની કેદ

Updated: Dec 20th, 2025

GS TEAM

Google News
Google News
ચેમ્બુરમાં પકડાયેલાં ડ્રગનાં કેસમાં બે ફાર્માસિસ્ટને ૨૦ વર્ષની કેદ 1 - image

ચેમ્બુરમાં દરોડા બાદ કર્ણાટકમાં ફેક્ટરી પકડાઈ હતી

ફાર્માસિસ્ટ  તરીકે રસાયણનાં જ્ઞાાનનો ે ઉપયોગ સમાજના હિતને બદલે ગેરકાયદે ધંધા માટે કર્યોઃ કોર્ટ

મુંબઈ -  એનડીપીએસ  સ્પેશ્યલ કોર્ટે બે ફાર્માસિસ્ટને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને કહ્યું છે કે સમાજ પર ડ્રગના દુરૃપયોગની વિનાશક અસરને રોકવા માટે કાયદાઓનો કડક અમલ જરૃરી છે.

સ્પેશિયલ જજ એચએમ ભોંસલેએ બુધવારે પોતાના આદેશમાં પ્રવિણ વાઘેલા (૩૪) અને રામદાસ નાયક (૪૦) ને ગુનાહિત કાવતરું અને ગેરકાયદ કેફી પદાર્થોના  જથ્થાના ઉત્પાદન અને કબજા માટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે વાઘેલા અને નાયક પર પ્રત્યેકને  એક-એક લાખ રૃપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.

ગુરુવારે ઉપલબ્ધ કરાયેલા તર્કસંગત આદેશમાં, કોર્ટે કહ્યું કે આરોપીઓ, ફાર્માસિસ્ટ હોવાને કારણે, રસાયણોનું જ્ઞાાન ધરાવે છે.

 તેઓએ તેમના જ્ઞાાનનો ઉપયોગ સમાજના હિત માટે કરવાને બદલે ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે કર્યો છે,એમકોર્ટે કહ્યું હતું બંને તેમના કૃત્યોના પરિણામોથી સંપૂર્ણપણે વાકેફ હતા અને તેથી, તેઓ રાહતને પાત્ર નથી. કોર્ટે નોંધ્યું કે બંને આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા પ્રતિબંધિત પદાર્થોેનો કુલ જથ્થો ૧૭.૨૦ કિલોગ્રામ છે. ત્રીજા આરોપી, ફિરદોસ નાથાનીને કોલ રેકોર્ડ ડેટા ઉપરાંત પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો.

ફરિયાદ પક્ષ મુજબ  કેસ ૯ જાન્યુઆરી, ૨૦૧૭ ના રોજ  એન્ટી-નાર્કોટિક્સ સેલ (એએનસી) ઘાટકોપર યુનિટે ઉપનગરીય ચેમ્બુરમાં હોન્ડા સિવિકમાં વાઘેલાની અટક કરી હતી. શરૃઆતના છટકાંમાં, વાઘેલા પાસેથી ૨૦૦ ગ્રામ અને કારમાંથી ૧૦ કિલોગ્રામ એમડી મળી આવ્યું હતું, એમ તેમાં જણાવાયું છે.

વાઘેલાના ખુલાસા પછી, પોલીસ કર્ણાટકના કમાનહલ્લી ગામના એક દૂરના ખેતરમાં  પહોંચી હતી.  જ્યાં તેમને ૭ કિલોગ્રામ મેફેડ્રોન અને મોનો મિથાઈલ, બ્રોમિન અને હાઇડ્રોબ્રોમિક એસિડ જેવા પૂર્વગામી રસાયણો ધરાવતી  ગુપ્ત પ્રયોગશાળા મળી આવી હતી. ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે દવાના ઉત્પાદન માટે સ્થળ પર ચાર રાસાયણિક રિએક્ટર  મળી આવ્યા હતા.