Mumbai

મુંબઈ એરપોર્ટ પર બાર કરોડના ગાંજા સાથે બે મુસાફરોની ધરપકડ

By GS TEAM
26 Nov 20251 min read
મુંબઈ એરપોર્ટ પર બાર કરોડના ગાંજા સાથે બે મુસાફરોની ધરપકડ

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ બે અલગ અલગ કેસોમાં કાર્યવાહી કરતા ૧૨ કરોડનો ગાંજો જપ્ત કર્યો હતો. આ કેસમાં બેંગકોકથી આવેલા બે મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી.

ચોક્કસ બાતમીના આધારે કામગીરી કરતા રવિવારે બેંગકોકથી આવેલા મુસાફર રંગવાાલાને મુંબઈના એરપોર્ટ પર અટકાવવામાં આવ્યો હતો. 

આ બાદ તેના સામાનની તપાસ કરતા બે ઓશિકાના કવરમાં ચતુરાઈપૂર્વક સંતાડેલા ૧૨ પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટોની તપાસ કરતા તેમાંથી  ૬ હજાર કિલો વજનનોે છ કરોડનો ગાંજો જપ્ત કર્યો હતો. આ બાદ તેની પૂછપરછ કરતા તેણે વધુ આર્થિક લાભ માટે આ કાર્ય કર્યું હોવાનું કબૂલ્યું હતું. તો બીજા કેસમાં એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ રવિવારે જ બેંગકોકથી આવેલા હસન નામના શખ્સને અટકાવ્યો હતો અને તેના સામાનની તપાસ કરતા ચાલાકી પૂર્વક સંતાડેલ ૧૨ પેકેટો મળી આવ્યા હતા. જેમાં ૫૯૦૯ ગ્રામ વજનનો રુ. ૫.૯ કરોડનો ગાંજો મળી આવ્યો હતો.

આ બંને કેસ બાદ કસ્ટમ અધિકારીઓએ બંને મુસાફરોની એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી હતી. વધુમાં આ બંને આ ગાંજાનો જથ્થો કોને પહોંચાડવાના હતા. તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.