ગોવંડીમાં મહિલાના ઘરેથી બે બંદૂક અને કારતૂસ જપ્ત
- 24 વર્ષની યુવતીએ ઘરે હથિયારો સંઘર્યાં હતાં
- કોઈને ડિલિવરી માટે હથિયારો લાવી હોવાની શંકાઃ ક્યાંથી લાવી હતી તેની તપાસ માટે પૂછપરછ
મુંબઈ : ગોવંડીના શિવાજીનગર પરિસરમાં રહેતી એક મહિલાના ઘરમાં શિવાજી નગર પોલીસે છાપો મારી બે બંદૂક અને કેટલીક કારતૂસ જપ્ત કરી છે. પોલીસે મહિલાની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.
હિના ખાન નામક ૨૪ વર્ષીય મહિલા ગોવંડીના શિવાજી નગર પરિસરમાં રહે છે. તેની પાસે મોટા પાયે હથિયારોનો જથ્થો હોવાની માહિતી શિવાજીનગર પોલીસને મળી હતી. તેને આધારે પોલીસે તેનૈા ઘરે છાપો મારતાં એક દેશી કટ્ટા અને એક રિવોલ્વર જપ્ત કરી હતી. સાથે કેટલીક કારતૂસ પણ મળી આવી હતી. તે આ હથિયારો ક્યાંથી લાવી અને કોને આપવાની હતી તે બાબતે પોલીસે તેની પૂછપરછ કરી વધુ તપાસ આદરી છે.