Mumbai

રૃા. 1 હજાર કરોડના કોર્પોરેટ ફ્રોડમાં બે ડાયરેક્ટરોની ધરપકડ

By GS TEAM
13 Sep 20251 min read
રૃા. 1 હજાર કરોડના કોર્પોરેટ  ફ્રોડમાં બે ડાયરેક્ટરોની ધરપકડ

39 લાખ શેરોની ગેરકાયદેસર હેરફેર

બનાવટી દસ્તાવેજોથી કંપનીના માલિકી હકો ટ્રાન્સફર કરી લીધા હતા 

મુંબઇ - મુંબઇ  પોલીસની આર્થિક ગુના શાખાએ બનાવટી શેરસર્ટિફિકેટ અને રૃા. એક હજારથી વધુની કંપનીની સંપત્તીના ગેરકાયદેસર ટ્રાન્સફર સાથે સંકળાયેલા કોર્પોરેટ છેતરપિંડીના સંબંધમાં બે ડિરેક્ટરોની ધરપકડ કરી છે.

આરોપી મંગેશ કદમ (ઉં.વ.૬૪) અને મમતા સિંહ (ઉં.વ.૪૪)ને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેમને ૧૬ સપ્ટેમ્બર સુધીની પોલીસ કસ્ટડી આપી હતી.

બિઝનેસમેન રજત ઝુનઝુનવાલાની ફરિયાદના આધારે આર્થિક ગુના શાખાએ કેસ નોંધ્યો હતો. આરોપીઓએ કથિત રીતે ડેવલપર્સ કંપની અને તેની પેટા કંપનીના ફોર્મ એમજીઇ-૭ અને શેર હોલ્ડિંગ સર્ટીફિકેટો બનાવટી બનાવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેમણે છેતરપિંડીથી ઝુનઝુનવાલાના માલિકી હકો ટ્રાન્સફર કર્યા હતા. તેમને કંપનીઓમા તેમના હિસ્સામાંથી  સંપૂર્ણપણે બહાર કાઢવામાં આવ્યા હતા.

બીજી તરફ તપાસમાં જાણવા મળ્યું કે આ બનાવટી દસ્તાવેજો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ લગભગ ૩૯ લાખ શેર ગેરકાયદેસર રીતે ડિમટીરિયલાઇઝ કરવામાં આવ્યા હતા.

અને વિવિધ શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ આછેતરપિંડીના લીધે ફરિયાદી ઉપરાંત સરકારને પણ રૃા. ૪૦ કરોડથી વધુનું નુકસાન થયું છે. કેમ કે પ્રોપર્ટી ટ્રાન્સફર દસ્તાવેજોનું મૂલ્ય ઓછું હતું.