Get The App

માસિક ચેક કરવા વિદ્યાર્થિનીઓની નિઃવસ્ત્ર તપાસ માટે આચાર્યા સહિત બેની ધરપકડ

Updated: Jul 11th, 2025

GS TEAM

Google News
Google News
માસિક ચેક કરવા વિદ્યાર્થિનીઓની નિઃવસ્ત્ર તપાસ માટે આચાર્યા સહિત બેની ધરપકડ 1 - image


સ્કૂલના ટોઈલેટમાં લોહીના ડાઘ જણાતાં માસિક ધર્મની તપાસ કરાવી હતી

વિદ્યાર્થિનીઓને પ્રોજેક્ટર પર લોહીના ડાઘ બતાવાયાઃ ખરાઈ કરવા માટે  ટોઈલેટમાં લઈ જઈ કપડાં ઉતરાવ્યાં

મુંબઇ: થાણે જિલ્લાના શાહપુરમાં આવેલી  આર. એસ. દામાણી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ માસિક ધર્મમાં છે કે નહી તે તપાસવા માટે તેમના કથિત રીતે કપડાં ઉતારવાની ફરજ પાડનારાં સ્કૂલના મહિલા  પ્રિન્સિપાલ માધુરી ગાયકવાડ અને એક મહિલા કર્મચારીની પોલીસે ધરપકડ કરી હતી. મંગળવાર  સ્કૂલના ટોઇલેટમાં લોહીના ડાઘ મળી આવ્યા બાદ મહિલા આચાર્યએ આવી તપાસ કરાવતાં ભારે હોબાળો થયો હતો. વાલીઓએ શાળામાં ધમાલ મચાવતાં પોલીસે કેસ દાખલ કર્યો હતો. 

એક વિદ્યાર્થિનીના માતા- પિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ ધોરણ ૫થી ૧૦માં અભ્યાસ કરતી  ૧૨૫ વિદ્યાર્થિનીઓને શાળાના કન્વેનશન હોલમાં બોલાવવામાં આવી હતી અને પ્રોજેક્ટર દ્વારા તેમને ટોઇલેટમાં પડેલા લોહીના ડાઘ બતાવી તેમની તપાસ હાથ ધરવામાં આવી હતી. વિદ્યાર્થિનીઓને પૂછવામાં આવ્યું હતું કે  શું તેમનામાંથી કોઇ માસિક ધર્મમાંથી પસાર થઇ રહ્યું છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને બે જૂથમાં વહેચવામાં આવી હતી. જે વિદ્યાર્થિનીઓએ કહ્યું કે તેઓ માસિકમાં છે તેમને શિક્ષકોને તેમના અંગૂઠાની છાપ  આપવાનું કહેવામાં આવ્યું હતું. પરંતુ જે વિદ્યાર્થિનીઓએ કહ્યું કે તેઓ માસિકમાં નથી તેમને એક પછી એક ટોઇલેટમાં લઇ જવામાં આવી હતી. જેમા નંદા માસી નામની મહિલા સહાયક  દ્વારા તેમના ગુપ્ત ભાગે તપાસ કરવામાં આવી  હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે ફરિયાદના આધારે બુધવારે સ્કૂલના પ્રિન્સિપાલ, ચાર શિક્ષકો, એક પરિચારક અને બે ટ્રસ્ટીઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. આ બાબતે થાણે ગ્રામિણના એડિશનલ એસ.પી. રાહુલ ઝાલ્ટેએ જણાવ્યું હતું કે જ્યારે વિદ્યાર્થિનીઓના માતા- પિતાને ખબર પડી કે તેમની આ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે. ત્યારે તેઆ રોષે  ભરાયા હતા અને સ્કૂલમાં ધસી આવ્યા હતા અને આ પ્રકારની ઘટનામાં સંડોવાયેલા શિક્ષકો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી. વાલીઓના દેખાવ પ્રદર્શનને કારણે પરિસ્થિતિ તંગ બની ગઇ હતી. તેમણે જણાવ્યું હતું કે આ બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૭૪ (મહિલા પર ગુનાહિત બળનો ઉપયોગ) કલમ ૭૬ (કપડા ઉતારવાના ઇરાદાથી મહિલા પર હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ) અને પોક્સો અધિનિયમની જોગવાઇઓ હેઠળ આઠ વ્યક્તિઓ સામે કેસ 

Tags :