Get The App

ટીવી અભિનેતા ઝીશાન ખાનનો કાર અકસ્માતમાં આબાદ બચાવ

Updated: Dec 10th, 2025

GS TEAM

Google News
Google News
ટીવી અભિનેતા ઝીશાન ખાનનો કાર અકસ્માતમાં આબાદ બચાવ 1 - image

વર્સોવામાં એક્ટરની કારને નુકસાન

બે કાર અથડાતાં અકસ્માતમાં અન્ય કારમાં પ્રવાસ કરતાં દંપતીનો પણ બચાવ

મુંબઈ -  'કુમ કુમ ભાગ્ય' અને બિગ બોસ ઓટીટી જેવા શોમાં કામ કરી ચૂકેલા ટીવી અભિનેતા ઝીશાન ખાનની કારનો ગઇકાલે રાતે જોરદાર અકસ્માત થયો હતો. બે કારની અથડામણમાં અભિનેતાનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે અન્ય કારમાં પ્રવાસ કરતા વૃદ્ધ દંપતી પણ બચી ગયા હતા, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

એક્ટર  ઝીશાન સુરક્ષિત  રહ્યો હતો પરંતુ તેની કારને ભારે નુકસાન થયું હતું. વર્સોવા પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ વર્સોવામાં ગઇકાલે રાતે  અંદાજે ૮.૩૦ વાગ્યે આ ઘટના બની હતી. ઝીશાન જીમમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો. ખાનનો  ડ્રાઇવર કાર ચલાવી રહ્યો હતો.

તે સમયે અભિનેતાની ગાડી અને વૃદ્ધ દંપતીની કાર ટકરાય હતી.  અભિનેતાની કારમાં એરબેગ્સ ખુલ્લી થઇ જતા તે બચી ગયો હતો. અકસ્માતની જાણ કરવા માટે ખાન નજીકના પોલીસ સ્ટેશનમાં ગયો હતો. ઝીશાન ખાને કુમ કુમ ભાગ્યમાં આર્યન ખાનનું પાત્ર ભજવ્યું હતું. આ ભુમિકા તેણે ૨૦૧૯થી ૨૦૨૧ની વચ્ચે ભજવી હતી. ત્યારબાદ તે એક્તા કપૂરના બ્લોકબસ્ટર શો નાગિન-૬ અને લોકઅપમાં દેખાયો હતો. બિગ બોસ ઓટીટી સીઝન-૧માં જોવા મળ્યો હતો.