બદલાપુર જાતિય શોષણ કેસના સહ આરોપીને રાજકીય રક્ષણ
પોક્સોના આરોપી માટે સત્તાની ઢાલ? શું ભાજપે તેમને જાતીય શોષણ માટે ઈનામ આપ્યું છે? શિવસેના યુબીટી
મુંબઈ - મહારાષ્ટ્ર ના રાજકારણમાં 'નૈતિકતા' અને 'મૂલ્યો'નો સતત ઉચ્ચારણ કરવામાં આવે છે. જોકે, બદલાપુર મ્યુનિસિપલ કાઉન્સિલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવેલા એક નિર્ણયે સમગ્ર રાજ્યને આંચકો આપ્યો હતો. ભાજપે બદલાપુરમાં બે બાળકીના જાતીય શોષણના કેસના સહ આરોપીને તુષાર આપ્ટેને નગરસેવક બનાવ્યા હતા.આથી બદલાપુર - કુલગાંવ નગરપાલિકામાં ભાજપના નોમિનેટેડ કરેલા કોર્પોરેટર તુષાર આપ્ટે વિરુદ્ધ વિપક્ષો અને જનતાના આક્રોશ ઉમટયો હતો. જેના પગલે આપ્ટે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. કારણ કે લીધેલા નિર્ણયથી ભાજપની નમોશિ થતા પક્ષના આદેશ બાદ તુષાર આપ્ટેએ રાજીનામું સુપરત કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, કુલગાંવ બદલાપુર મ્યુનિસિપલ કાઉન્સિલની કારોબારી બેઠકમાં આપ્ટેને નોમિનેટેડ કોર્પોરેટર પદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આથી વિપક્ષોએ જોરદાર વિરોધ કરીને હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ ભાજપ વિરુદ્ધ સમાજ અને જનતા તરફથી તીવ્ર પ્રતિક્રિયા થવા લાગી અને પસ્તાળ પડવા લાગ્યો હતો.જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (મનસે)એ ચેતવણી આપી હતી કે જો ભાજપ તાત્કાલિક તુષાર આપ્ટેના નોમિનેટેડ કોર્પોરેટર પદ પરથી રાજીનામું નહીં આપે, તો મનસે ૧૩ કે ૧૪ જાન્યુઆરીએ બદલાપુરમાં મોરચો કરવામાં આવશે. વધતા વિરોધને ધ્યાનમાં રાખીને, તુષારે રાજીનામું આપવું પડયું છે
ભાજપે તુષાર આપ્ટેની (નોમિનીટેડ નગરસેવક)તરીકે પસંદગી કરી હતી. ત્યારબાદ વિપક્ષે ભાજપની આકરી ટીકા કરી હતીઅને જોરદાર હોબાળો મચાવ્યો હતો. ભાજપે વિચિત્ર રીતે આપ્ટેને પસંદ કર્યા છે. કારણ કે, તુષાર આપ્ટે અને બદલાપુરમાં બાળકીપર જાતીય શોષણ કેસના આરોપીઓ હાલમાં જામીન પર છે. જોકે, જ્યારે તેઓ સહ આરોપી હતા. છતાં પણતેમને નોમીનેટેડ કોર્પોરેટરનું પદ આપવામાં આવ્યું હતું અને રાજકીય વર્તુળોમાં રોષ વ્યક્ત કરીને તેમને પદ પરથી દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. તે પછી, તુષાર આપ્ટેએ પોતે રાજીનામું આપી દીધું છે કારણ કે પક્ષને બદનામ કરવામાં આવી રહ્યો છે.
તુષાર આપ્ટે બદલાપુરની શાળાની મેનેજમેન્ટ કમિટીના સેક્રેટરી તરીકે કામ કરી રહ્યા હતા. શાળાની બે બાળકી પરજાતીય શોષણના કેસના સહ આરોપીને તુષાર આપ્ટે પર ઘૃણાસ્પદ ઘટનામાં, પુરાવા છુપાવવાના આરોપસર માત્ર સફાઈ કામદાર અક્ષય શિંદે જ નહીં, પરંતુ શાળા પ્રશાસનને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા આઘાતજનક રીતે, આ જ કેસમાં સહ-આરોપી હવે શાસક પક્ષના નોમીનેટેડ નગરસેવક તરીકે હાજર થવા જઈ રહ્યા હતા.
બદલાપુર અત્યાચાર કેસ
ઓગસ્ટ ૨૦૨૪માં, એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં બદલાપુરની એક પ્રખ્યાત શાળામાં સફાઈ કામદાર અક્ષય શિંદે દ્વારા બે ૪-૫ વર્ષની નાની બાળકીપર જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાએ માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. આ ઘટના પછી, બદલાપુર રેલ્વે સ્ટેશન પર હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. 'આરોપીઓને ફાંસી આપો' ની માંગણી સાથે ૧૦-૧૨કલાક સુધી રેલ્વે રોકી દેવામાં આવી હતી. ગંભીર આરોપો હતા કે શાળામાં સીસીટીવી કેમેરા બંધ હતા.ફરિયાદ કરનારા વાલીઓને ૧૨ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં રાહ જોવામાં આવી હતી, અને શાળા મેનેજમેન્ટ આ મામલો છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું.
તુષાર આપ્ટે અને ગુનામાં જોડાણ
તુષાર આપ્ટે શાળા વ્યવસ્થાપન સમિતિના એક મહત્વપૂર્ણ સભ્ય અને પ્રમુખ હતા. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારે શાળા વ્યવસ્થાપન સામે ઘણા ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. જેમાં શાળામાં બનતી વખતે આવી બાબતને અવગણવાનો સમાવેશ થાય છે. સીસીટીવી ફૂટેજ અથવા અન્ય પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કર્યો હતો.કાયદા અનુસાર આવા ગુનાની જાણ થતાં જ પોલીસને જાણ કરવી ફરજિયાત હોવા છતાં, મેનેજમેન્ટે વિલંબ કર્યો હતો.
તુષાર આપ્ટેએ કાયદાના ચુંગાલમાંથી બચવા માટે પોલીસનો સખત સામનો કર્યોે હતો. કેસ નોંધાયા પછી તે ૪૪ દિવસ સુધી ફરાર રહ્યો હતો. જ્યારે પોલીસને જાણ કરનાર એ જ શંકાસ્પદ આરોપીની ધરપકડ કરવામાં આવી, ત્યારે તેને માત્ર ૪૮કલાકમાં જામીન મળી ગયા હતા.


