Mumbai

તુળજાભવાની નવરાત્રોત્સવને મુખ્ય રાજ્ય મહોત્સવનો દરજ્જો

By GS TEAM
18 Sep 20251 min read
તુળજાભવાની નવરાત્રોત્સવને મુખ્ય રાજ્ય મહોત્સવનો દરજ્જો

ડ્રોન દ્વારા  ઝાકઝમાળભર્યો શો ૩૦૦ 

નવરાત્રિમાં દેશભરમાંથી ૫૦ લાખ ભાવિકો તુળજાપુર માતાજીના દર્શને આવે છે

મુંબઇ -  તુળજાભવાની દેવી શારદીપ નવરાત્રોત્સવને મહારાષ્ટ્ર સરકારે રાજ્યના મુખ્ય મહોત્સવનો દરજ્જો આપ્યો છે.

તુળજાપુર  સ્થિત તુળજાભવાની માતા મંદિરમાં ૨૨મી સપ્ટેમ્બરથી બીજી ઓકટોબર સુધી ધામધૂમથી  નવરાત્રોત્સવ ઉજવાશે. આ મહોત્સવ દરમ્યાન સ્થાનિક લોકકલા, ગોધળી ગીત, ભારૃડ, જાખડી મૃત્ય રજૂ કરવામાં આવશે. ભજન-કિર્તનની સ્પર્ધા તેમજ  ધાર્મિક -સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

આ નવરાત્રિમાં પહેલી જ વાર ૩૦૦ ડ્રોનની મદદથી  આકાશમાં ઝાકઝમાળ ભર્યો લાઇટશો યોજવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરના અને સ્થાનિક લોકકલાકારો દ્વારા વિવિધરંગી કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. મહારાષ્ટ્રના પર્યટન વિભાગની અધિકૃત વેબસાઇટ અને યૂ-ટ્યુબ ચેનલ પર આ બધા જ કાર્યક્રમોનું લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

નવરાત્રિમાં મહારાષ્ટ્રના ખૂણે ખૂણેથી  તેમજ ગુજરાત, કર્ણાટક, તેલંગણા સહિત દેશભરમાંથી ૫૦ લાખથી વધુ ભાવિકો તુળજાભવાની માતાના દર્શને આવે છે.