Get The App

ડોમ્બિવલીમાં ટ્રસ્ટીના પુત્ર પર શિક્ષિકાની છેડતીનો આરોપ

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
ડોમ્બિવલીમાં ટ્રસ્ટીના પુત્ર પર શિક્ષિકાની છેડતીનો આરોપ 1 - image

સતત અયોગ્ય મેસેજ અને શારીરિક સંબંધનું દબાણ

શિક્ષિકાએ મનસેને ફરિયાદ, કાર્યકરોના વિરોધ પ્રદર્શન બાદ આરોપીને પોલીસને સોંપાયો, તપાસ શરુ 

મુંબઈ -  ડોંબિવલી  પૂર્વના સાગાંવ વિસ્તારમાં એક ગંભીર છેડછાડની ઘટના સામે આવી છે. જ્યાં એક શાળાના ટ્રસ્ટીના દીકરાએ શિક્ષિકાને અશ્લિલ મેસેજ તેમજ વિડીયો મોકલીને શારીરિક સંબંધ માટે દબાણ કર્યાનો આરોપ થયો છે. જેથી સ્થાનિક સ્તરે રોષ ફેલાયો છે અને મનસેના કાર્યકરોએ આ બાબતે પોતાનો વિરોધ પણ પ્રદર્શિત કર્યો છે.

માહિતીનુસાર, આરોપી શાળાના સંચાલન સાથે સંકળાયેલા નિવૃત્ત પ્રોફેસરનો પુત્ર છે અને શાળામાં આવજા કરતો હતો. તેણે શિક્ષિકા સાથે વ્યક્તિગત સંબંધ બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને પ્રતિસાદ ન મળવા છતાં તેણે અયોગ્ય મેસેજ મોકલવાનું ચાલુ રાખ્યું હતું.

વારંવારની હેરાનગતિથી પરેશાન થઈ શિક્ષિકાએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેન (મનસે)ના કાર્યકરોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કાર્યકરો શાળામાં પહોંચી ગયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તે દરમ્યાન તેમણે આરોપી સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માગ કરી હતી. ત્યારે શાળા પરિસરમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. વિરોધ બાદ અને પોલીસના હસ્તક્ષેપ પછી ટ્રસ્ટીએ પોતાના દીકરાને માનગાંવ પોલીસને સોંપ્યો હતો. પોલીસે મામલાની તપાસ શરુકરી છે.