Get The App

'જાહેર હિત'માં મુંબઇ પોલીસના ડીસીપીની બદલી

Updated: Feb 24th, 2022

GS TEAM

Google News
Google News
'જાહેર હિત'માં મુંબઇ પોલીસના ડીસીપીની બદલી 1 - image


3 પોલીસ અધિકારી સામે ખંડણીનો ગુનો નોંધાયા બાદ

મુંબઇ :  મુંબઇ પોલીસે આજે આઇપીએસ અધિકારી સૌરભ ત્રિપાઠીની ઝોન-બેના ડીસીપી પદેથી ડીસીપી ઓપરેશન પર પર બદલી કરી હતી. આ સંદર્ભે એક અધિકારીએ જણાવ્યું હતું કે આ અસાધારણ કેસમાં જાહેર હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઝોન-બેમાં ત્રિપાઠીના ડીસીપી તરીકેના કાર્યકાળમાં ત્રણ પોલીસ અધિકારી સામે ખંડણીના કેસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્રિપાઠીની જગ્યાએ આઇપીએસ અધિકારી શશીકુમાર મીણા ઝોન-બેના ડીસીપી તરીકેની વધારાની જવાબદારી સંભાળશે.

ત્રિપાઠીના ડીસીપી (ઝોન-બે)ના કાર્યકાળમાં એલ.ટી. માર્ગ પોલીસ સ્ટેશનના એક પોલીસ ઇન્સ્પેક્ટર, એક આસીસ્ટંટ પોલીસ ઇન્સ્પેક્ટર અને એક સબ ઇન્સ્પેક્ટર સામે ખંડણી વસૂલવાનો ગુનો નોંધાયો હતો. આ સંદર્ભે  ક્રાઇમ બ્રાન્ચના ક્રાઇમ ઇન્ટેલીજન્સ યુનિટે બે અધિકારીની ધરપકડ કરી હતી જ્યારે એક અધિકારી હજી પણ ફરાર છે.


Tags :