કલ્યાણ-ડોંબિવલી બજાર ખુલતા વેપારીઓ અને નાગરિકોએ રાહત અનુભવી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 20 જુલાઈ, 2020, સોમવાર
કલ્યાણ ડોંબિવલી મનપાની હદમાં આવેલા હોટસ્પોટને છોડતાંબાંકીના વોર્ડોમાં લોકડાઉનની શરતો શિથીલ કરતાં વેપારીવર્ગ અને નાગરિકોએ રાહત અનુભવી છે. મનપા કમિશનરે ગઈકાલે એક આદેશ કાઢીને મનપાના ૧૨૦ વોર્ડો પૈકી ૪૮ વોડોને હોટસ્પોટ જાહેર કરીને ત્યાં લોકડાઉન જાહેર ક્યું છે. આ લોકડાઇન ૩૧ જુલાઈ સુધી લંબાવાયું છે. બાકીના ૭૨ વોર્ડોમાં શરતોને આધીને લોકડાઉનની શરતો શિથીલ કરાતાં આજે ૨૦ દિવસ પછી બજારમાં રોનક જોવા મળી હતી. વેપારીઓએ લોકડાઉનના નિયમો પ્રમાણે સોશ્યિલ ડિસ્ટન્સિંગ, સેનેટાઈઝરનો ઉપયોગ કર્યા હતા. બજારમાં પહેલો દિવસ હોઈ ખાસ ઘરાકી નહોતી કોઈકે તો બપોરના ૧૨ વાગે બોણી પણ નહોતી કરી. જ્યારે છત્રી, રેનકોટ, તાલપત્રી અને અનાજ, કરિયાણાની દુકાનોમાં ગ્રાહકોની લાઈન જોવા મળી હતી. નાગરિકોએ ઘણી રાહત અનુભવી છે.