રાષ્ટ્રીય બજાર સમિતિની જોગવાઈની માંગ
નવી મુંબઈની પાંચ હોલસેલ માર્કેટોના વેપારીઓ પણ જોડાશે અને કામકાજ બંધ રાખશે
મુંબઈ - એ.પી.એમ.સી. (એગ્રિકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટી) કાયદા અંતર્ગત રાષ્ટ્રીય બજાર સમિતિની જોગવાઈ કરવાની માગણી સહિત વેપારીઓના લાંબા સમયથી વણઉકેલાયેલા રહેલા પ્રશ્નો તરફ સરકારનું ધ્યાન ખેંચવાના આશયથી મહારાષ્ટ્રભરના વેપારીઓ શુક્રવારે એક દિવસનો બંધ પાળશે.
મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી કૃતિ સમિતિ તરફથી એક દિવસના લાક્ષણિક બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બંધમાં નવી મુંબઈની પાંચ હોલસેલ બજારોના વેપારીઓ જોડાશે અને એક દિવસ ધંધો બંધ રાખશે.
મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી કૃતિ સમિતિના જણાવ્યા પ્રમાણે એપીએમસી કાયદા હેઠળ રાષ્ટ્રીય બજાર સમિતિની તસુદ કરવાની, વેપારીઓની લાંબા સમયથી પ્રલંબિત માગણીઓનો ઉકેલ લાવવાની તેમજ એફ.એસ.એસ.એ.આઈ. કાયદાને લીધે વેપારીઓને ત્રાસ થતો હોવાથી તેમાં સુધારણા કરવા સહિતની માગણીઓના ટેકામાં આ બંધનું એલાન કરવામાં આવ્યું છે.


