Mumbai

નરેન્દ્ર મોદી, આદિત્યનાથના નામ લેવા ફરજ પાડીને ત્રાસ અપાયેલો: પ્રજ્ઞાા સિંહ

By GS TEAM
3 Aug 20252 mins read
નરેન્દ્ર મોદી, આદિત્યનાથના નામ લેવા ફરજ પાડીને ત્રાસ અપાયેલો: પ્રજ્ઞાા સિંહ

માલેગાંવ બોમ્બ ધડાકા કેસમાં મુક્તિના ચુકાદા બાદ દાવો

 જોકે કોર્ટના ૧૦૩૬ પાનાંના ચુકાદામાં આનો ક્યાંય ઉલ્લેખ નથી

મુંબઈ -  માલેગાંવ બોમ્બધડાકા કેસમાં નિર્દોષ જાહેર થયેલા ભાજપના માજી સાંસદ પ્રજ્ઞાાસિંહ ઠાકુરે તપાસ અધિકારી સામે મોટો આરોપ કર્યો છે.આ કેસની તપાસ કરતા અધિકારીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, આરઅસેએસ પ્રમુખ મોહન ભાગવત અને અન્યોના નામ લેવા દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કર્યો છે. ઠાકુરે પહેલીવાર સનસનાટીભર્યો દાવો કર્યો છે જોકે આનો ૧૦૩૬ પાનાંના ચુકાદામાં ક્યાંય ઉલ્લેખ નથી.

શનિવારે શ્યોરિટીની વિધિ પૂરી કરવા ઠાકુર સેશન્સ કોર્ટમાં આવ્યા હતા. તેમણે પત્રકારો સાથે વાત કરતી વખતે ઉક્ત દાવો કર્યો હતો.

ઠાકુરે આપેલી માહિતી અનુસાર તપાસ અધિકારીએ પોતાને ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવ સહિત અનેક લોકાના નામ લેવા જણાવ્યું હતું. આ માટે પોતાને ત્રાસ અપાયાનો દાવો કર્યો હતો.મારા ફેફસાં નકામા થયા,મને હોસ્પિટલમાં ગેરકાયદે અટકાયતમાં લેવામાં આવી હતી. 

પોતે ગુજરાતમા ંસૂરત રહેતા હતા ત્યારે પોતાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લેવા જણાવ્યું હતું. પોતે કોઈનું નામ લીધું નહીં કેમકે તેઓ મને ખોટું બોલવા ફરજ પાડી રહ્યા હતા.ઠાકુરે કેસનો નિકાલ આવ્યા બાદ કર્યો હતો. સુનાવણી દરમ્યાન અન્ય એક સાક્ષીદારે દાવો કર્યો હતો કે તેને યોગી આદિત્યનાથ અને સંઘ સંબંધી અન્યોના નામ લેવા ફરજ પડાઈ હતી.  હુંમારી વાર્તા લખી રહી છું જેમાં બધું લખવાની છું. સચ્ચાઈ સામે આવશે. 

માજી એટીએસ સભ્ય મહેબૂબ મુઝાવરે પણ દાવો કર્યો હતો કે તેમને વરિષ્ઠ અધિકારીઓએ સંઘ પ્રમુખ મોહન ભાગવતની અટક કરવાનો આદેશ અપાયો હતો પણ તેમણે ઈનકાર કર્યો હતો. કોર્ટે જોકે દાવા ફગાવી દીધા હતા. 

કોર્ટે ઠાકુરના દાવાને સમર્થન આપતા પુરાવા નહોવાનું જણાવીને ફગાવ્યા હતા. કોર્ટે સુપ્રીમ કોર્ટના ૨૦૧૧ના ચુકાદાને પણ ટાંક્યો હતો. જેમાં  ગેરકાયદે કસ્ટડી ત્રાસ અને અટકાયતના તેમના દાવાને ફગાવાયો હતો. નીચલી કોર્ટે એમપણ જણાવ્યું હતું કે કોર્ટ સમક્ષ નાશિકમાં જ્યારે રિમાન્ડ માટે રજૂ કરાય ાત્યારે ફરિયાદ કરી નહોતી.