Get The App

રાંધણ ગેસના સિલિન્ડરોની ખેંચને કારણે ટિફિન સર્વિસને ફટકો

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
રાંધણ ગેસના સિલિન્ડરોની ખેંચને કારણે ટિફિન સર્વિસને ફટકો 1 - image

ગેસ વિના ગામેગામ ગરબડ

કેટલાક સર્વિસ બંધ કરવાને આરે ઃ કેટલાકે ઇલેક્ટ્રિક સગડીનો વપરાશ શરૃ કર્યોઃ ટિફન પર જ નભતા હજારો લોકોને હાલાકી

મુંબઇ - અમેરિકા- ઇરાન યુદ્ધને કારણે ગેસ અને ઇંધણની સર્જાયેલી અભૂતપૂર્વ કટોકટીનો મોટો ફટકો મુંબઇ મહાનગરની ખાનગી ટિફિન સર્વિસને પડયો છે. ઘણાં ટિફિન સર્વિસવાળા ગેસ સિલિન્ડરોની ખેંચને લીધે થોડા વખત માટે ટિફિન સેવા બંધ કરવાની તૈયારીમાં છે જ્યારે કેટલાક કોલસો અને લાકડા બાળીને તેમજ ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરીને જેમતેમ ગાડું ગબડાવી રહ્યાં છે.

એક  બાજું હોટેલો અને રેસ્ટોરાં બંધ પડવા માંડયા છે જ્યારે બીજી તરફ ઘર જેવું જ જમવાનું ટિફિનમાં મોકલવાવાળા બે છેડા ભેગા કરવાની ભારે મથામણ અનુભવી રહ્યાં છે. દરેકે વાનગીના મેનુમાં કાપ મૂક્યો છે. 

સાકીનાકામાં ૨૦૦૯થી ટિફિન સર્વિસ ચલાવતા ય્એક ાુવાને જણાવ્યું હતું કે અમે ગેસના ચૂલાને બદલે રાંધવા માટે કોલસા અને લાકડાંનો ઉપયોગ શરૃ કર્યો છે. અગાઉ અમે દરરોજ ૫૦૦ ટિફિન પૂરા પાડતા હતા. પણ અત્યારે ૩૦૦ ટિફિન મોકલીએ છીએ. ગેસ વગર  ચાઇનીઝ  વાનગીઓ બનાવવામાં મુશ્કેલી પડે છે. 

ભાંડુપમાં ટિફિન કેટરિંગ સર્વિસ ચલાવતા એક વ્યવસાયીએ  જણાવ્યું હતું કે છેલ્લાં બે અઠવાડિયાથી અમને એક પણ ગેસ સિલિન્ડર નથી મળ્યું. એટલે અમે સર્વિસ બંધ કરવાની તૈયારીમાં છીએ.

મુંબઇમાં પતિ- પત્ની બંને જોબ કરતા હોય ત્યારે મોટે ભાગે ટિફિન મગાવતા હોય છે, પરંતુ ગેસની કટોકટીને કારણે ટિફિન- કેટરિંગવાળા એટલી મુશ્કેલી ભોગવી રહ્યાં છે કે હવે તેમણે બહારનું ખાવાનો વખત આવશે. કેટલાક ટિફિન સર્વિસવાળાએ ઓનલાઇન ઓર્ડર લેવાનું જ બંધ કરી દીધું છે. અગાઉથી ફોન કરીને ઓર્ડર નોંધાવ્યા હોય તેને જ ડબ્બો પહોંચાડવામાં આવે છે.

જોગેશ્વરીમાં એક ટિફિન સર્વિસવાળાનું બીજું ગેસ સિલિન્ડર અઠવાડિયામાં ખલાસ ઝઇ જતાની સાથે જ તેણે તાત્પુર્તી સેવા બંધ કરી દીધી છે.  રોટલી પૂરી પાડવાના વ્યવસાયને પણ જબરજસ્ત ધક્કો લાગ્યો છે. વરલી કોલીવાડાના એક ટિફિન સપ્લાયરે જણાવ્યું હતું કે અમારે ત્યાં પાંચ મહિલાઓ રોજની બે હજાર રોટલીઓ બનાવતી હતી. ગેસને અભાવે  આ સેવા પડી ભાંગી છે.

એક ટિફિન સપ્લાયરે જણાવ્યું હતું કે અગાઉ ૧૪ કિલોના એક સિલિન્ડરનો ૯.૨૦ રૃપિયાથી વધીને અઢી- ત્રણ હજાર થઇ ગયો છે. પરિણામે થાળીની કિંમત ૧૨૦થી વધીને ૧૩૫ રૃપિયા થઇ ગઇ છે. અને ટિફિન પહોંચાડવાના ખર્ચ સાથે ૧૭૫ રૃપિયા ચૂકવવા  માટે કસ્ટમરે તૈયાર રહેવું પડે છે.  બીજી બાજુ મુલુંડ, ઘાટકોપર અને કાંદિવલી વિસ્તારના જે ટિફિન સપ્લાયરો પાઇપ્ડ ગેસનો ઉપયોગ કરે છે તેમને વાંધો નથી આવ્યો.