Get The App

જેઈઈ એડવાન્સ્ડમાં ટોપ ટેનમાં મુંબઈના ત્રણ વિદ્યાર્થીઓ

Updated: Jun 3rd, 2025

GS TEAM


Google News
Google News
જેઈઈ એડવાન્સ્ડમાં  ટોપ ટેનમાં મુંબઈના ત્રણ વિદ્યાર્થીઓ 1 - image


18મી મેએ લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર 

મુંબઈ ઝોનમાંથી પરીક્ષઆ આપનાર વિદ્યાર્થીઓએ  ટોપ ૧૦માં ત્રીજું, ચોથું અને સાતમું સ્થાન મેળવ્યું

મુંબઈ -  આઈઆઈટીમાં પ્રવેશ માટે મહત્ત્વપૂર્ણ જેઈઈ એડવાન્સ ૨૦૨૫ના પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં દિલ્હીના વિદ્યાર્થીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ટોપ ૧૦ની યાદીમાં મુંબઈના ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે.

આ વર્ષે  જેઈઈનું આયોજન આઈઆઈટી કાનપુર દ્વારા કરવામાં આવ્યું હતું અને આ પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં આઈઆઈટી દિલ્હી ઝોનમાંથી પરીક્ષા આપનાર રજિત ગુપ્તાએ ૩૬૦ માંથી ૩૩૨ ગુણ મેળવીને કોમન રેન્ક લિસ્ટ (સીઆરએલ)માં ટોચનું સ્થાન મેળવ્યું હતું. 

તો આઈઆઈટી મુંબઈ ઝોનમાંથી પરીક્ષા આપનાર માજિદ હુસૈને ૩૩૦ ગુણ મેળવીને સીઆરએલમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. તો મુંબઈના પાર્થ વર્તક અને સાહિલ દેવ આ પરીક્ષામાં ટોપ ૧૦માં સ્થાન મેળવ્યું હતું. પાર્થ વર્તકે ૩૬૦માંથી ૩૨૭ ગુણ મેળવીને ચોથું સ્થાન મેળવ્યું હતું. જ્યારે સાહિલ દેવે ૩૬૦ માંથી ૩૨૧ ગુણ મેળવીને સાતમું સ્થાન મેળવ્યું હતું. બંનેએ આઈઆઈટી મુંબઈ ઝોનમાંથી પરીક્ષા આપી હતી. ૧૮ મેના રોજ આઈઆઈટી કાનપુર દ્વારા આયોજિત જેઈઈ એડવાન્સ્ડ ૨૦૨૫ પરીક્ષા પેપર ૧ અને ૨ માટે દેશભરમાંથી ૧.૮૭ લાખથી વધુ વિદ્યાથીઓએ નોંધણી કરાવી હતી. આમાંથી પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાંથી ૫૪.૩ હજારથી વધુ અને ૯.૦૪ હજારથી વધુ વિદ્યાર્થિનીઓ પાસ થઈ હતી.


Tags :