બોમ્બે સ્ટોક એક્સચેન્જને આરડીએક્સથી ઉડાવી દેવાની ધમકી
ટાવરમાં ચાર આરડીએક્સ આઈઈડી બોમ્બ મૂકાયાનોો ઈમેઈલ
સાઉથના રાજકારણીના નામે મેઈલ કરાયોઃ મુંબઈ પોલીસ અને બોમ્બ સ્કવોડને ચેકિંગમાં કશું ન મળ્યું
મુંબઈ - દક્ષિણ મુંબઈમાં આવેલી પ્રતિષ્ઠિત બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) બિલ્ડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેલ મળતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસ અને બોમ્બ સ્કવોડે તપાસ કરી હતી પણ કાંઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી આમ આ ધમકી પોકળ સાબિત થઈ હતી.
બીએસઈના એક કર્મચારીને રવિવારે (૧૪ જુલાઈના) દક્ષિણ ભારતના એક રાજકીય નેતા કોમરેડ પિનારી વિજયનના નામનો ઈ-મેલ આવ્યો હતો. ઈમેલમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બીએસઈ બિલ્ડિંગમાં ચાર આરડીએક્સ આઈઈડી (બોમ્બ) પ્લાન્ટ કરવામાં આવ્યા છે. અને સોમવારે ૧૫ જુલાઈના ત્રણ વાગ્યાની આસપાસ વિસ્ફોટ થવાની ચેતવણી આપવામાં આવી હતી આ ઈમેલ અંગે ે મુંબઈ પોલીસનો સંપર્ક કરી આ બાબતની જાણકારી આપી હતી.
ે મુંબઈ પોલીસ અને બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ)ની એક ટીમ બીએસઈ ટાવરમાં પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી પણ કાંઈ શંકાસ્પદ મળી આવ્યું નહોતું.
પોલીસે આ સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ)ની સંબંધીત કલમો હેઠળ અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને ઈમેલ મોકલનારને શોધવાના પ્રયાસો હાથ ધર્યા છે.
ઉલ્લેખનીય છે કે ૧૯૯૩માં મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં બીએસઈ બિલ્ડિંગને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું.