Mumbai

થર્ટી ફર્સ્ટના બાર-રેસ્ટોરાં પરોઢે 5 સુધી ખુલ્લાં રાખવા છૂટ

By GS TEAM
26 Dec 20251 min read
થર્ટી ફર્સ્ટના બાર-રેસ્ટોરાં પરોઢે 5 સુધી ખુલ્લાં રાખવા છૂટ

રેસ્ટોરાં ઉદ્યોગની માંગનો સ્વીકાર

નાતાલ ઉપરાંત ન્યૂ યર પાર્ટીઓને  ધ્યાને રાખીને મંજૂરી અપાઈ 

મુંબઈ -  મહારાષ્ટ્ર સરકારે દારૃ પીરસતી હોટેલો અને રેસ્ટોરાંઓને ત્રણ દિવસ માટે સવારે ૫.૦૦ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપી છે. 

નાતાલનો તહેવાર અને નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને ગ્રાહકોનો ધસારો થશે તેવી અપેક્ષાએ હોટેલ અને રેસ્ટોરાંઓના સંગઠને વધુ કલાક ખુલ્લા રાખવાની છૂટ આપવાની રજુઆત કરી હતી. ૨૪મી અને ૨૫મી ડિસેમ્બર તથા ૩૧મી ડિસેમ્બરે રેસ્ટોરાંઓ વહેલી સવાર સુધી ખુલ્લા રાખવાની છૂટ આપી હતી. દરરોજ મધ્યરાત્રિ પછીને ૧.૩૦ વાગ્યા સુધી આ છૂટ અમલમાં હોય છે. સામાન્ય રીતે વાઈનશોપ્સ પણ રાતે ૧૦.૩૦ વાગે બંધ કરવામાં આવે છે પણ ઉપર જણાવેલી તારીખોએ રાતે ૧.૦૦ વાગ્યા સુધી દારૃનું વેચાણ થઈ શકશે. 

હોટેલ રેસ્ટાંઓના સંગઠનોના અધ્યક્ષે કહ્યું હતું કે વર્ષને વિદાય આપવાનો સમય હોસ્પિટલિટી અને ટૂરિઝમ ઉદ્યોગ માટે અતિ મહત્ત્વનો હોય છે. રેસ્ટોરાંઓને ભીડ નિયંત્રણમાં સરળતા રહે છે. ૧ ઓક્ટોબર ૨૦૨૫ના પરિપત્ર પ્રમાણે સમગ્ર રાજ્યમાં હોટોલે અને રેસ્ટોરાંઓને ૨૪ બાય ૭ ની છૂટ આપવામાં આવી છે. પણ એક્સાઈઝ લાઈસન્સ ધરાવતો એસ્ટા બ્લીશમેન્ટસને આ પરિપત્રમાં આવરી લેવામાં આવ્યા નથી.