ખાસ ચોરી કરવા આસામથી મુંબઈ ફલાઈટમાં આવતો ચોર પકડાયો

સોનુ વેચી રોકડા લઈ ફરી ફલાઈટ પકડી લેતો હતો
રાતે રેકી કરી સુરક્ષા વિનાના ગ્રાઉન્ડ પરના ફલેટ શોધી કાઢતો હતો અને રાતે નિશાન નનાવતો હતોઃ નવી મુંબઈ-થાણેમાં ૩૩ સ્થળે ચોરી
આ બાબતે પોલીસ સૂત્રોનુસાર નવી મુંબઇના નેરુળમાં આવેલી સાંઇ-છાયા બિલ્ડિંગમા ચોથી સપ્ટેમ્બરના રોજ ચોરીની એક ઘટના સામે આવ્યા બાદ તપાસ શરૂ થઇ હતી. આ ઘટનામાં ૪.૯૫ લાખ રૂપિયાના દાગીના ચોરાઇ ગયા હતા. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ વિશ્લેષણ અને ગુનાહિત રેકોર્ડના આધારે નેરુળ પોલીસની એક ટીમે મુંબઇના મસ્જિદબંદર વિસ્તારમાંથી આરોપી ઇસ્લામને શોધી ખાડી તેની ધરપકડ કરી હતી.
પોલીસની પૂછપરછમાં મોઇનુલે નેરુળ વિસ્તારમાં ચાર અને રબાળેમાં એક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસને એ પણ જાણવા મળ્યું હતું કે તેની સામે નવી મુંબઇમાં ૧૧ અને થાણેમાં ૨૨ ગુના મળી કુલ ૩૩ ગુનાઓ નોંધાયેલા છે. લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવતો મોહિનુલ મોટાભાગે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા વિનાના ગ્રાઉન્ડ ફલોર પરના ફલેટને નિશાન બનાવતો હતો. તે દિવસે રેકી કરી આવા ફલેટ શોધી કાઢતો અને રાત્રે ચોરીની ઘટનાને અંજામ આપતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી દર એક-બે મહિને વિમાનમાં બેસી ચોરી કરવા મુંબઇ આળતો આ ઉપરાંત તે દાગીના વેચવા માટે તેની ઓળખાણ સુવર્ણ-કારીગર તરીકે આપતો હતો. ત્યાર બાદ ચોરાયેલા સોનાને રોકડમાં ફેરવી વિમાન માર્ગે આસામ પહોંચી જતો. ચોરીની ઘટનામાં તેની ઓળખ છતી ન થાય તે માટે તે કાયમ ડોર્મિટરીમાં રહેવાનું પસંદ કરતો હતો.

