100
ટકા મેળવનારાઓની જેમ જ આ
વિદ્યાર્થીઓ પણ બન્યાં છે ચર્ચાનું કેન્દ્ર
મુંબઈ - દસમાના પરિણામમાં ઉત્તમ દેખાવ
કરનારાઓની બોલબાલા છે, ત્યારે બીજી તરફ બધાં જ વિષયમાં ૩૫
માર્ક લાવી ૩૫ ટકા પરિણામ લાવેલાં પણ પાંચ વિદ્યાર્થીઓ હાલ ચર્ચામાં છે.
પુણેના અક્ષય બાળાસાહેબ ભાલેરાવ, નિકિતા અમોલ કુચેકર અને સુશાંત
મચ્છિંદ્ર રોંગટે આ ત્રણ વિદ્યાર્થીઓને દસમામાં તમામ વિષયમાં ૩૫ માર્ક મળ્યા છે.
બીજી તરફ લાતુરની શ્રુતી દિગાંબર ભાગાનગારે તથા પંઢરપુરના સુરજ આપ્પાસો મલપેને પણ
૩૫ માર્ક મળ્યા છે.
રાજ્યના ૧૭૯ વિદ્યાર્થીઓએ ૧૦૦માંથી ૧૦૦ માર્ક મેળવ્યા છે. તેની સામે
કેટલાંક વિદ્યાર્થીઓ એવા પણ છે કે જેમણે ૩૫ માર્ક લાવીને અનોખી સિદ્ધિ મેળવી છે.
જોકે આવા માર્ક સહેલાઈથી કોઈને મળતાં હોતાં નથી. આ વિદ્યાર્થીઓ આ પરિણામ જોઈને
નાસીપાસ થયાં નથી તો ઉલટું ભવિષ્યમાં ઉત્તમ કારકિર્દી કઈ રીતે બનાવી શકાય તેની પળોજણમાં લાગી ગયાં છે.
કેટલાંક ગ્રામસ્થોએ તો આ વિદ્યાર્થીઓના સન્માન કર્યાનું પણ સામે આવ્યું છે.


