Mumbai

આ શૈક્ષણિક વર્ષમાં સ્કૂલોમાં કુલ 128 દિવસની રજા મળશે

By GS TEAM
26 Jun 20251 min read
આ શૈક્ષણિક વર્ષમાં સ્કૂલોમાં કુલ 128 દિવસની રજા મળશે

શિક્ષણ વિભાગે રજાઓની યાદી જાહેર કરી

દિવાળી વેકેશન ૧૬મી ઓક્ટોબરથી ૧૦ દિવસ માટે, ઉનાળુ વેકેશન ૩૮ દિવસ

મુંબઈ -  મહારાષ્ટ્ર સરકારના સ્કૂલ શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ની રજાઓની યાદી જાહેર કરાઈ છે. તે મુજબ આ શૈક્ષણિક વર્ષમાં રાજ્યની સ્કૂલોને કુલ ૧૨૮ દિવસની રજાઓ છે.

સ્કૂલ  શિક્ષણ વિભાગના પરિપત્રક મુજબ, ૫૨ (બાવન) રવિવાર અને ૭૬ અન્ય રજાઓ છે. આ ૭૬ અન્ય રજાઓમાં દિવાળી અને ઉનાળુ સત્રની રજાઓ પણ સમાવિષ્ટ છે. દિવાળી અને ઉનાળુ સત્રની રજાઓ મળી કુલ ૪૮ દિવસની રજાઓ હશે. 

પ્રાપ્ત માહિતીનુસાર, આ વર્ષે દિવાળીની રજાઓ ૧૬ ઑક્ટોબરથી ૨૭ ઑક્ટોબર ૨૦૨૫ સુધી હશે. એટલે ક ે દિવાળી દરમ્યાન વિદ્યાર્થીઓને દસ દિવસની રજા પડશે. તેમજ ઉનાળુ સત્રમાં ૩૮ દિવસ રજા હશે. તેમાં બીજી મે ૨૦૨૬થી ૧૩ જૂન ૨૦૨૬ દરમ્યાન કુલ ૩૮ દિવસની રજા રહેશે. અર્થાત્ મેમાં ૨૬ દિવસ અને જૂનના ૧૨ દિવસની રજા હશે.