રજનીકાન્તે કૂલી ફિલ્મ માટે 260 કરોડની ફી મેળવ્યાની ચર્ચા
આમિરને માત્ર કેમિયોના ૨૫ કરોડ મળશે
નાગાર્જુનને ૨૪ કરોડ, દિગ્દર્શક લોકેશ કનગરાજને ૬૦ કરોડ ચૂકવાશે
મુંબઇ - રજનીકાન્તે તેની આગામી ફિલ્મ 'કૂલી' માટે ૨૬૦ કરોડની ફી લીધી હોવાનું કહેવાય છે. આ ફિલ્મમાં આમિર ખાનનો કેમિયો છે. તેને માત્ર કેમિયો કરવા માટે પચ્ચીસ કરોડ રુપિયા મળવાના છે. એકટ્રેસ પૂજા હેગડે આ ફિલ્મમાં એક આઈટમ સોંગ કરી રહી છે. તેને ફક્ત બે કરોડ રુપિયા ચૂકવાશે.
.આ ફિલ્મ આગામી ૧૪મી ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું કુલ બજેટ ૪૦૦ કરોડ રુપિયા મનાય છે. નાગાર્જુન અક્કિનેનીએ ૨૪ કરોડથી વધુ ફી લીધી છે. એટલું જ નહીં દિગ્દર્શક લોકેશ કનગરાજે ૬૦ કરોડની ફી લીધી છે.
ફિલ્મના અન્ય કલાકારો શ્રુતિ હાસન, સત્યરાજ અને ઉપેન્દ્ર રાવને જોકે ફીમાં ખાસ વધારો મળ્યો નથી.