Get The App

ગુજરાતની ગધેડીના દૂધનો ભાવ 7000 રૂપિયે લીટર

- દુનિયાનું સૌથી મોઘું દૂધ

- હરિયાણામાં હાલારી નસલના ગધેડાને ઉછેરી ડેરી શરૂ કરાશે

Updated: Sep 10th, 2020

GS TEAM


Google News
Google News
ગુજરાતની ગધેડીના દૂધનો ભાવ 7000 રૂપિયે લીટર 1 - image


મુંબઇ,તા.9 સપ્ટેમ્બર, 2020, બુધવાર

ગુજરાતના ગધેડાની એક ખાસ નસલને ઊછેરી ગધેડીના દૂધની પહેલવહેલી ડેરી ઉભી કરવાનું નક્કી થયું છે. આ ડેરીમાંથી ગધેડીનું દૂધ દુનિયામાં મોંઘામાં મોંઘુ  હશે. ગધેડીના એક લીટર દૂધનો ભાવ સાત હજાર રૃપિયા હશે.

એવી  લોકવાયકા છે કે પ્રાચીન ઇજિપ્તમાં ક્લિયોપેટ્રા પોતાનું સૌંદર્ય ટકાવી રાખવા માટે ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી ગધેડીનું દૂધ ખરેખર ખૂબ જ ગુણકારી હોય  છે. આ દૂધમાં શરીરમાં નવા કોષો ઉત્પન કરવાની શકતી હોય છે અને  એન્ટી-એજિંગ તત્ત્વો પણ હોય છે.

 ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં જોવા મળતા  હાલારી ગધેડા સફેદ દૂૂધ જેવાં રંગના હોય છે અને દેખાવમાં ઘોડા જેવા જ લાગે છે, એમ આણંદની એગ્રીકલ્ચર યુનિવર્સિટીના  ડી. એન. રાંકે  જણાવ્યું હતું.

હરિયાણાના હિસારામાં આવેલા નેશનલ રિસર્ચ સેન્ટર ઓન ઇકવેેન્સ તરફથી હિસારમાં ગધેડીના દૂધની ડેરી શરૃ કરવાનો પ્રોજકેટ હાથ ધરવામાં આવ્યો છે.  આ પ્રોજકેટ માટે અત્યારે હિસાર ખાતે હાલારી ગધેડાઓને કાળજી પૂર્વક ઉછેરવામાં આવી રહ્યાં છે. ગધેડીના દૂધમાં ઔષધીય ગુણો રહેલા હોવાથી તે બહુ ઊંચી કિંમતે વેંચાય  છે.


Tags :