પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં ભારતનો પહેલો શહીદ
ઘટનાના ૪૮ દિવસ પછી પાથવ દેહ મુંબઈ પહોંચ્યો અને પરિવારે ડીએનએ ટેસ્ટની માગ કરી હતી
મુંબઈ - કાંદિવલીના રહેવાસી ભારતીય નાવિક દીક્ષિત સોલંકીના અંતિમ સંસ્કાર ૧૮ એપ્રિલના રોજ દાનુકરવાડી સ્મશાનભૂમિમાં કરવામાં આવ્યા હતા. આ સાથે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ભારતીય નાવિકો દ્વારા સામનો કરવામાં આવતા જોખમો તરફ ધ્યાન દોરનારી દુર્ઘટનાના કરુણ અંત આવ્યા હતો.
૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ ઓમાનના દરિયાકાંઠે ડ્રોન હુમલામાં ઓઇલ ટેન્કર એમટી એમકેડી વ્યોમ પર ઓઇલર તરીકે કામ કરતા સોલંકીનું મોત નીપજ્યું હતું. આ હુમલાને કારણે જહાજના એન્જિન રૃમમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જ્યાં તે સમયે તે ફરજ પર હતો.
ઘટનાના ૪૮ દિવસ પછી તેમનો પાથવ દેહ મુંબઈ પહોંચ્યો હતો. જોકે, મૃતદેહ આવ્યા પછી, પરિવારે બોમ્બે હાઈકોર્ટનો સંપર્ક કર્યો અને મૃતદેહ અવશેષ સ્વરૃપે હોવાથી તેની ઓળખ સ્થાપિત કરવા માટે ડીએનએ પરીક્ષણ કરાવવાના નિર્દેશો માંગ્યા હતા.કોર્ટે જોકે અહેવાલ માટે સમયમર્યાદા આપવાનો ઈનકાર કર્યો હતો.


