For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

મોહર્રમ નિમિત્તે સરઘસ કાઢવાને હાઈ કોર્ટે સશર્ત પરવાનગી આપી

Updated: Aug 17th, 2021

Article Content Image

માત્ર 5 તાઝીયા સાથે 7 ટ્રકને પરવાનગીઃ દરેક ટ્રક પર 2 રસી લીધેલા 15 જણ હોવા જરૃરી

મુંબઈ : બોમ્બે હાઈ કોર્ટે મંગળવારે મોહર્રમ નિમિત્તે શઇયા મુસ્લિમ સમુદાય દ્વારા કાઢવામાં આવતા સરઘસ અને અન્યવિધિઓને પરવાનગી આપી છે પણ કોવિડ-૧૯ને ધ્યાનમાં રાખીને અમુક શરતો લાગી છે.

કોવિડ પ્રોટોકોલ ઉપરાંત લદાયેલી શરતોમાં એક ટ્રક પર ૧૫વ્યક્તિની હાજરી અને સાત ટ્રક જ સરઘસમાં સમાવી શકાશે આ સરઘસ ૨૦ ઓગસ્ટે ત્રણ કલાકમાટે કાઢવામાં આવશે. માત્ર પાંચ તાઝિયાને પરવાનગી અપાઈ છે. માત્ર સંપૂર્ણ રસી લીધેલી વ્યક્તિ જ ટ્રકમાં જઈ શકશે. ૧૦૫માંથી ૨૫ જણને જ કબ્રસ્તાનમાં પરવાનગી રહેશે.

સ્વયંસેવી સંસ્થા ઓલ ઈન્ડિયા ઈદરા તહેફાજએ હુસૈનિયતે હાઈકોર્ટમાં અરજી કરી હતી. લોકલ, મોલ અને દુકાનો તથા રેસ્ટોરાંને રાહત અપાઈ હોવાનો દાખલો અપાયો હતો.

બે કલાક માટે ૧૮થી ૨૦ ઓગસ્ટ દરમ્યાન એક હજાર જણને સરઘસમાં પરવાનગી આપવાની છૂટ માગવામાં આવી હતી.

સરકારી વકિલે અરજીનો વિરોધ કરીને જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર અવશે તો પોલીસ સ્ટેશનો માટે સમસ્યા સર્જાશે. મેદનીને નિયંત્રણમાં રાખવી ખાસ  કરીને ધાર્મિક સરઘસને તે મુશ્કેલ કામ છે. 

કોર્ટે જણાવ્યું હતું કેે દરેક ટ્રકમાં ધાર્મિકવડાની ાજરી હોવી જોઈએ જેઓ સરઘસ દરમ્યાન મેદનીને નિયંત્રણમાં રાખી શકે.


Gujarat