મનોરંજન ક્ષેત્રનું દેશનાં અર્થતંત્રમાં એક વર્ષમાં 61.2 અબજ ડોલરનું પ્રદાન
ક્રિએટિવ ક્ષેત્રએ ૨૬ લાખથી વધુ રોજગારીઓનું સર્જન કર્યું
૨૦૨૯ સુધીમાં ફિલ્મ, ટીવી અને ઓટીટી સેક્ટર થકી રેવન્યૂ ૨૦ અબજ ડોલર પહોંચવાની ધારણા
આ ડેટા તૈયાર કરનારા અભ્યાસુઓના મતે ભારતમાં મનોરંજન ઉદ્યોગ દર વર્ષે છથી સાત ટકાના કમ્પાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટથી વિકસી રહ્યો છે. આગામી ચાર વર્ષમાં તેની કમ્બાઈન્ડ ગ્રોસ રેવન્યુ ૧૭.૫ અબજ ડોલરે પહોંચવાની ધારમા છે. જોકે, આશાવાદ એવો છે કે સરકાર દ્વારા સાનુકૂળ માહોલ પૂરો પાડવામાં આવે તો મનોરંજન ઉદ્યોગ ૯થી ૧૦ ટકાના દરે વધી શકે છે અને તે આગામી ચાર વર્ષમાં ૨૦ અબજ ડોલરની રેવન્યૂ જનરેટ કરી શકે છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલય, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી), પ્રોડયુર્સ ગીલ્ડ ઓફ ઇન્ડિયા અને અન્ય એજન્સીઓ દ્વારા સમર્થિત આ રિપોર્ટ અનુસાર આ ક્ષેત્રનું પ્રત્યક્ષ કુલ ઉત્પાદન (ડાયરેક્ટ ગ્રોસ આઉટપુટ) ૨૦૨૪માં ૧૬.૮ બિલિયન ડોલર સુધી પહોંચ્યું હતું.એમપીએ ચેરમેન અને સીઇઓ ચાર્લ્સ રિવકિને આ પ્રસંગે જણાવ્યું હતું કે ભારત એમપીએના સભ્યો માટે વૈશ્વિક બજાર બની ગયું છે.