Get The App

મુંબઇગરાના માથે ટૂંકસમયમાં બેસ્ટ ઉપક્રમની બસના ભાડામાં વધારો

- વિપક્ષોના વિરોધ વચ્ચે પાલિકાના સભાગૃહમાં બેસ્ટ ઉપક્રમનું વર્ષ ૨૦૧૮-૧૯નું બજેટ મંજૂર

- બસના ભાડામાં ૧થી ૧૨ રૃપિયાનો વધારો

Updated: Jan 26th, 2018

GS TEAM


Google News
Google News

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ, તા. 25 જાન્યુઆરી, 2018, ગુરૂવાર

બેસ્ટ ઉપક્રમનું અસ્તિત્વ ટકાવવા અને આર્થિક ભીંસમાંથી બહાર કાઢવા બેસ્ટ બસના ભાડામાં ૬ કિ.મી.ના અંતરબાદ ૧થી ૧૨ રૃપિયાનો વધારો, માસિક પાસમાં વધારો મુંબઇગરાના માથે ઝીંકવાનો તેમજ વિવિધ ખર્ચામાં કરકસર, કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ફ્રીજ કરવા, ૪૭૫ બસ ભંગારમાં કાઢીને તેમજ વિવિધ માર્ગોથી કુલ ૫૦૪.૬૮ કરોડ રૃપિયાની આવક વધારવાની શક્યતા બતાવીને તેમજ પાલિકા પાસેથી ૩૭૬.૭૧ કરોડ રૃપિયાનું અનુદાન મેળવીને એક લાખ રૃપિયાની શ્રીપુરાંત બતાવીને રજૂ કરેલા વર્ષ ૨૦૧૮-૧૯ના આર્થિક અંદાજપત્રને આજે મુંબઇ મહાનગર પાલિકામાં કોંગ્રેસ, ભાજપના ભારે વિરોધ વચ્ચે શિવસેનાએ સ્વીકૃતિ આપી હતી.

આ અંદાજપત્રને મંદૂરી મળતા હવે બેસ્ટ ઉપક્રમ એમ.એમ.આર.ટી. પાસેતી મંજૂરી મેળવીને ટૂંકસમયમાં મુંબઇગરાના માથે બસના ભાડામાં વધારાનો અમલ ટૂંક સમયમાં કરાશે. હકિકતમાં બેસ્ટ ઉપક્રમે વર્ષ ૨૦૧૮-૧૯નું પ્રસ્તાવિત બજેટમાં ૮૮૦.૮૮ કરોડ રૃપિયાની ખાધ દર્શાવતું બેસ્ટના જનરલ મેનેજર સુરેન્દ્ર બાગડેએ રજૂ કર્યું હતું. એમાં બેસ્ટના વિદ્યુત વિભાગ અને પરિવહન વિભાગ મળીને કુલ આવક ૪૯૪૩.૨૭ કરોડ રૃપિયાની સામે ખર્ચ  ૫૮૨૪.૨૫ કરોડ રૃપિયા બતાવી હતી. આમ બેસ્ટની એકંદરે ખાદ્ય ૮૮૦ કરોડ રૃપિયા બતાવી હતી.

જ્યાં સુધી બજેટમાં પુરાંત ન બતાવવામાં આવે ત્યાં સુધી તેને મંજૂર કરાતું નથી. આથી બેસ્ટ ઉપક્રમે બસના ભાડામાં, પાસમાં વધારો, પ્રશાસકીય ખર્ચમાં ઘટાડો, એસી બસ સેવા બંધ સહિત વિવિધ સૂચનો બતાવીને ૫૦૪ કરોડ રૃપિયાની આવક થશે, એવું બતાવ્યું છે. આ સિવાય ૩૭૭.૭૧ કરોડ રૃપિયા મંબઇ મહાનવગર પાલિકા તરફથી અનુદાન તરીકે મળશે એવું બતાવીને બેસ્ટ ઉપક્રમની ખાધ દૂર કરીને ૧ લાખ રૃપિયા પુરાંત બતાવી હતી.

બેસ્ટ ઉપક્રમે બસમાં ભાડામાં વધારામાં બે કિ.મી.ના અંતરનું ભાડુ ૮ રૃપિયા અને ૪ કિ.મી.ના અંતરનું ભાડુ ૧૦ રૃપિયા યથાવત રહેશે. ત્યારબાદ ૬ કિ.મી.ના અંતરથી ૧થી ૧૨ રૃપિયા સુધી બસના ભાડામાં વધારો થશે, જ્યારે સંપૂર્ણ  મુંબઇભરમાં ફરવા માટે દૈનિક પાસમાં ૨૦ રૃપિયાનો વધારો, તળ મુંબઇ અને પરાં વિસ્તારના દૈનિક પાસમાં ૧૦-૧૦ રૃપિયાનો વધારો, માસિક પાસમાં ૪૦થી ૩૫૦ રૃપિયા સુધી વધારો કર્યો.

આ સિવાય પાંચમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓના માસિક પાસમાં પણ ૫૦ રૃપિયાનો વધારો અને જ્યારે છઠ્ઠાથી દસમાં ધોરણના વિદ્યાર્થીના પાસમાં ૧૦૦ રૃપિયાનો વધારો સૂચવ્યો છે. આમ કરીને બેસ્ટને બસના ભાડામાં અને પાસમાં વધારો કરવાથી વાર્ષિક આવક ૧૭૦ કરોડ રૃપિયા વધારો થશે. આ સિવાય બેસ્ટ ઉપક્રમને પાલિકા ૩૭૬.૭૧ કરોડ રૃપિયા અનુદાન મળશે. આખરે આ અંદાજ પત્રમાં લાંબી ચર્ચા બાદ સભાગૃહમાં વિપક્ષોનો વિરોધ વચ્ચે અંદાજપત્રને મંજૂર કર્યું હતું.

સામાન્ય બસના ભાડામાં વધારો

કિ.મી.

વર્તમાન

પ્રસ્તાવિત

 

બસનું

બસના ભાડામાં

 

ભાડુ રૃા.

વધારો રૃા.

૧૦

૧૦

૧૪

૧૫

૧૬

૧૮

૧૦

૧૮

૨૨

૧૨

૨૦

૨૫

૧૪

૨૨

૨૮

૨૦

૨૬

૩૪

૩૦

૩૦

૪૨

 

Tags :