Get The App

મહારાષ્ટ્રમાં ધો.11ની પ્રવેશ પ્રક્રિયા ૧૯મી મેથી શરુ થશે

Updated: May 8th, 2025

GS TEAM


Google News
Google News
મહારાષ્ટ્રમાં ધો.11ની પ્રવેશ પ્રક્રિયા ૧૯મી મેથી શરુ થશે 1 - image


પહેલીવાર સંપૂર્ણ રાજ્યમાં ઓનલાઈન એડમિશન પ્રક્રિયા

પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા તથા ગેરરીતિઓ રોકવા સંપૂર્ણ રાજ્યમાં ઓનલાઈન પ્રવેશ

મુંબઇ -  મહારાષ્ટ્ર બોર્ડ દ્વારા ધો.૧૦ના પરિણામ જાહેર કરવાની કોઈ નિશ્ચિત તારીખ જણાવાઈ નથી. પરંતુ શિક્ષણ વિભાગે ૧૯ મેથી ધો.૧૧ના એડમિશન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરુ થશે, એવું જાહેર કર્યું છે. આ વર્ષથી સંપૂર્ણ રાજ્યભરમાં ધો.૧૧ના એડમિશન ઓનલાઈન પદ્ધતીએ થશે.

આ પહેલાં મુંબઈ, પુણે તેમજ પિંપરી-ચિંચવડ, અમરાવતી, નાગપુર, નાશિક અને છત્રપતિ  સંભાજીનગર આ છ મહાપાલિકા વિસ્તારોમાં જ ધો.૧૧ની એડમિશન પ્રક્રિયા ઓનલાઈન પદ્ધતિએ થતી હતી. પરંતુ પ્રવેશ પ્રક્રિયામાં એકસૂત્રતા રહે તેમજ પારદર્શકતા રહે અને ગેરરીતિઓને અંકુશમાં લઈ શકાય તે માટે આ વર્ષથી સંપૂર્ણ રાજ્યમાં એડમિશન પ્રક્રિયા ઓનલાઈન પદ્ધતીએ જ કરવાનો સ્કૂલ શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે. તે મુજબ આ પ્રવેશ પ્રક્રિયા બાબતે શિક્ષણ વિભાગે મંગળવારે ફરી સરકારી નિર્ણય જાહેર કર્યો છે.

વિદ્યાર્થીઓ ૧૯ થી ૨૮ મે સુધી ઓનલાઈન પ્રોફાઈલ તૈયાર કરી શકશે અને તે દરમ્યાન જ તેઓ કોલેજના પ્રાધાન્યક્રમ પણ ભરી શકશે. જેના આધારે વિદ્યાર્થીઓને કોલેજ ફાળવવામાં આવશે. સામાન્ય ત્રણ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ઓપન રાઉન્ડથી વિશેષ પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ લેવાશે.


Tags :