Mumbai
મહારાષ્ટ્ર બોર્ડની 12માની માર્કશીટ 21 ઑગસ્ટથી મળશે
By GS Team
17 Aug 20211 min read
This article was originally published on 17 Aug 2021

મુંબઈ : મહારાષ્ટ્ર બોર્ડના બારમાના વિદ્યાર્થીઓને શનિવાર, તા.૨૧ ઑગસ્ટથી માર્કશીટ તેમની કૉલેજમાંથી આપવામાં આવશે. જોકે કૉલેજોને ૨૦ ઑગસ્ટે બોર્ડ દ્વારા માર્કશીટ મળશે, એવી માહિતી બોર્ડ દ્વારા મળી છે.
કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ જૂનિયર કૉલેજોએ વધુમાં વધુ વિતરણ કેન્દ્રો તૈયાર કરી તે જ વિતરણ કેન્દ્રો પર સુરક્ષિત અંતર સાથે વિદ્યાર્થીઓને માર્કશીટ આપવાની રહેશે. કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખી નિશ્ચિત દિવસે જ વિદ્યાર્થી પાસે આવવાનો આગ્રહ કૉલેજોએ રાખવો નહીં.




