Mumbai

થાણેના વૃદ્ધે સ્ટોક માર્કેટ ફ્રોડમાં ૬.૪૪ કરોડ ગુમાવ્યા

By GS TEAM
21 Nov 20251 min read
થાણેના   વૃદ્ધે સ્ટોક માર્કેટ ફ્રોડમાં ૬.૪૪ કરોડ  ગુમાવ્યા

ઉચ્ચ વળતરની લાલચમાં મૂડી ગુમાવી

 વ્હોટએપ ગૂ્રપ દ્વારા સંપર્ક કરી ખાતું ખોલાવી  રોકાણ કરાવ્યું હતું

મુંબઈ -  થાણેમાં ૭૦ વર્ષીય વૃધ્ધને ઓનલાઈન શેર ટ્રેડીંગ સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપીને ૬.૪૪ કરોડની છેતરપિંડી કરવાના આરોપસર બે સાયબર ઠગ સામે કેસ નોંધવામાં આવ્યો છે એમ પોલીસે ગુરુવારે જણાવ્યું હતું. થાણે

આરોપી  અદવિકા શર્મા અને રાકેશ જૈનએ એક કંપનીના વોટ્સએપ ગુ્રપ દ્વારા ફરિયાદી વરિષ્ઠ નાગરિકનો સંપર્ક કર્યો હતો. તેમણે વૃધ્ધને શેરમાં રોકાણ પર ઊંચા નફા અને વળતરનું વચન આપ્યું હતું.

ફરિયાદીને શેર ટ્રેડીંગ માટે ખાતુ ખોલવાની સૂચના આપવામાં આવી હતી. આ ખાતામાં વૃધ્ધે રોકાણની રકમ જમા છકરી હતી.

બાદમાં આરોપીઓએ વૃધ્ધના ખાતામાંથી રૃ.૬.૪૪ કરોડ કાઢી લીધા હતા. આથી વૃધ્ધે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮ (૪) (છેતરપિંડી) અને આઈટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.

ફરિયાદીએ આરોપીના ખાતામાં જમા કરેલી રકમના આધારે પોલીસ વધુ તપાસ કરી રહી છે.