Get The App

થલાપતિ વિજયની પત્ની સંગીતાએ લગ્નના ૨૫ વરસ પછી છૂટાછેડાની અરજી કરી

Updated: Feb 28th, 2026

GS TEAM

Google News
Google News
થલાપતિ વિજયની પત્ની સંગીતાએ લગ્નના ૨૫ વરસ પછી  છૂટાછેડાની અરજી કરી 1 - image

અભિનેતાને  તેની સાથે વિશ્વાસઘાત કર્યાનો આરોપ મુક્યો

મુંબઇ -  થલાપતિ વિજય હાલ કારકિર્દીની બદલે અંગત જીવન બદલ ચર્ચામાં આવી ગયો છે. તેની પત્ની સંગીતાએ લગ્નના ૨૫ વરસ પછી  છૂટાછેડાની અરજી કરી છે. એક રિપોર્ટના અનુસાર, સંગીતાએ પતિ વિજય પર વિશ્વાસઘાતનો આરોપ મુક્યો  છે. તેણે સ્પેશિયલ મેેરેજ એક્ટ, ૧૯૫૪ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેના હેઠળવિશ્વાસઘાત અન ક્રુરતા જેવા આધાર પર છૂટાછેડા લઇ શકાય છે. સંગીતાએ પોતાની યાચિકામાં કહ્યું છે કે, તેના પતિ  વિજયને ૨૦૨૧થી એક અભિનેત્રી સાથે અંગત સંબંધ હોવાથી પત્નીએ છૂટાછેડાની અરજી કરી છે. 

થલાપતિ વિજયની પત્ની  સંગીતાએ જોકે પતિને કોની સાથે સંબંધ છે તેનું નામ જણાવ્યું નથી. પરંતુ ચર્ચા છે રેકે થલાપતિ વિજયને ત્રિશા સાથે પરણોત્તર સંબંધ છે. ગયા વરસે થલાપતિ વિજય અને ત્રિશા વચ્ચેના અફેરની અફવા ચગી હતી. પરંતુ બન્નેમાંથી કોઇએ પણ આ વાતને નકારી કે પુષ્ટિ કરી નહોતી. વિજય અને સંગીતાના લગ્ન ૧૯૯૯માં થયા હતા જેનો હવે અંત આવી જશે.

થલાવતિ વિજયઅન ેસંગીતાના છુટાછેડાનો મામલો હાલ જિલ્લા કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેનો કોઇ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.