આતંકીઓએ અમારા સુહાગની નિશાની મિટાવી, ઓપરેશન સિદૂર નામ ઉચિત
પુણેના સંતોષ જગદાળેની પત્નીની પ્રતિક્રિયા
ભારતે પહલગામ હુમલાનો બદલો લીધો, ખૂબ જ ખુશ છું ઃ સગીતા ગણબોટ
મુંબઇ - પહલગામમાં આતંકવાદીઓની ગોળીઓનો નિશાન બનેલા પુણેના સંતોષ જગદાળેની પત્ની પ્રગતિ જગદાળેએ ઓપરેશન સિંદૂંરને પીડિતોને ઉચિત શ્રદ્ધાજલિ ગણાવી હતી.
ઓપરેશન સિંદૂર દ્વારા પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ઓપરેશન સિંદૂર હાથ ધરવા બદલ હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આભારી છું. અમારી લાગણીઓ સમજી શકાઇ છે. આતંકવાદીઓએ અમારા સુહાગની નિશાની મિટાવી દીધી. પરંતુ આજે મને ખૂબ આનંદ છે કે ઓપરેશન સિંદૂર હેઠળ આપણા સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં આતંકવાદીઓના સ્થળોનો નાશ કર્યો છે. હું જાણતી હતી કે ભારત પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેશે.
જગદાળે દંપતીની પુત્રી આશાવરીએ જણાવ્યું હતું કે ભારતે ૧૫ દિવસમાં આતંકવાદી હુમલાનો જવાબ આપ્યો છે.
પુણેના મૃતક કૌસ્તુભ ગણબોટેના પત્ની સંગીતા ગણબોટેએ જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ ખુશ છે કે ભારતે પહલગામ ટેરરિસ્ટ એટેકનો બદલો લીધો છે. આપણે બધા રાહ જોઇ રહ્યા હતા કે ભારત ક્યારે આતંકવાદી હુમલાનો બદલો લેશે. આજે ઓપરેશન સિંદૂર સાથે ભારતીય સશસ્ત્ર દળોએ પહલગામમાં થયેલા કાયર હુમલાનો યોગ્ય જવાબ આપ્યો છે.