શિવાજી પાર્કમાં મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર કલૂષિત કરાતાં તંગદિલી
આઠ ટીમ બનાવી પોલીસે તપાસ ચાલુ કરી
ઉદ્ધવ અને ્રાજ ઠાકરે ઉપરાંત શિવસૈનિકોનાં ટોળાં ઉમટયાં ઃ પ્રતિમાની સાફસફાઈ કરીઃ ગુનેગારોને પકડવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
મુંબઇ - દાદરના શિવાજી પાર્ક મેદાનમાં શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેના પત્ની સ્વર્ગસ્થ મીનાતાઇ ઠાકરેની પ્રતિમાપર અજાણી વ્યક્તિએ ઓઇલ પેન્ટ ફેંકતા તણાવ સર્જાયો હતો. પાર્ટીના કાર્યકરોના રોષ વચ્ચે પોલીસ બુધવારે તપાસ શરૃ કરી છે. આરોપીને પકડવા પોલીસની અનેક ટીમ બનાવવામાં આવી છે.
દાદરના શિવાજી પાર્ક મેદાનના પ્રવેશદ્વાર પર શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેનાં પત્ની મીનાતાઇ ઠાકરેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવીછે. શિવસૈનિકોમાં મીનાતાઇ ઠાકરેનું ખૂબ સન્માન કરવામાં આવે છે. શિવાજી પાર્કમાં આવતા શિવસૈનિકો મા સાહેબની પ્રતિમા સમક્ષ નમન કરે છે.
આજે સવારે ૬.૩૦ વાગ્યાની આસપાસ એક પ્રત્યક્ષદર્શીએ પ્રતિમા પર લાલ ઓઇલ પેઇન્ટ જોયો હતો ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવના સમાચાર ફેલાતા જ ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના શિવસેના (યુબીટી)ના કાર્યકરો ઘટના સ્થળે દોડી આવ્યા અને સાફસફાઇ કરી હતી. આ બનાવનથી ગુસ્સે ભરેયાલે શિવસૈનિકો એકઠા થઇ જતા ભારે તણાવ સર્જાયો હતો. આથી પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિસ્તારમાં પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે આ ગુનામાં સામેલ આરોપીને પકડવા પોલીસની આઠ ટીમો બનાવવામાં આવી છે. પોલીસ શિવાજીપાર્ક વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કરી રહી છે.
શિવાજીપાર્ક પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૯૮ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ અલગથી ઘટના સ્થળની મુલાકાત લીધી હતી આ બનાવની નિંદા કરતા ઉદ્ધવે કહ્યું કે મહારાષ્ટ્રમાં અશાંતિ ફેલાવવાનો હેતુ હોય એવું લાગે છે. તેમંણે કહ્યું કે આ કૃત્ય એવી વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હશે જે પોતાના માતા પિતાનું નામ લેવામાં શરમાય છે. તેમણે પક્ષના કાર્યકરોને સંયમ રાખવા અપીલ કરી હતી.
તેમના પિતરાઇ ભાઇ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજઠાકરેએ પોલીસને ૨૪ કલાકની અંદર ગુનેગારને શોધી કાઢવા જણાવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે ગુનેગાર સામે કડક કાર્યવાહીનું વચન આપ્યું હતું. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નૈતૃત્વ હેઠળની શિવસેનામાં જોડાયેલા કદમે કહ્યું હતું કે પ્રતિમાનું અપમાન શિવસૈનિકો માટે ભાવનાત્મક મુદ્દો છે.
કદમે દાવો કર્યો હતો કે તેમના પિતા અને સેના નેતા રામદાસ કદમે બાળ ઠાકરેના નિર્દેશ પર આ પ્રતિમા બનાવી અને સ્થાપિત કરાવી હતી. શિવસેના (યુબીટી)ના નેતા અને સાંસદ અનિલ દેસાઇએ આરોપ લગાવ્યો કે આ ઘટના રાજ્ય સરકારની નિષ્ફળતા દર્શાવે છે. સિવસેના (યુબીટી)ના સ્થાનિક ધારાસભ્ય મહેશ સાવંતે દાવો કર્યો હતો કે સીસીટીવી ફૂટેજ સૂચવ છે ે કે સવારે ૬.૧૫ વાગ્યા પછી પ્રતિમાને રંગ લગાડવામાં આવ્યો હતો. રંગ ફેંકનાર વ્યક્તિ માનસિક રીતે અસ્વસ્થ હોય એવું લાગતું નથી.
એશિયા કપમાં ભારત- પાકિસ્તાન ક્રિકેટ મેચનો વિરોધ કરવા માટે શિવસકેના (યુબીટી)ના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા બાદ આ ઘટના બની હતી.