Get The App

કાંદિવલીની ઇમારતોમાં કોસ્ટલ રોડના કામને લઈ થતી ધુ્રજારીના ટેકનિકલ ઉકેલો સૂચવાયા

Updated: Feb 22nd, 2026

GS TEAM

Google News
Google News
કાંદિવલીની ઇમારતોમાં કોસ્ટલ રોડના કામને લઈ થતી ધુ્રજારીના ટેકનિકલ ઉકેલો સૂચવાયા 1 - image

વીજેટીઆઇના નિષ્ણાત દ્વારા સાઇટ પર હાજર રહી ટેકનિકલ એએસમેન્ટ  

મુંબઇ  -  કોસ્ટલ રોડ (ફેઝ-ટુ) માટેના પાઇલિંગ વર્ક દરમ્યાન કાંદિવલીમાં ધુ્રજારીની ફરિયાદો ધ્યાનમાં લઇને બીએમસી અધિકારીઓએ શુક્રવારે અસરગ્રસ્ત  ઇમારતોનું અવલોકન કર્યું હતું. ટેસ્ટ પાઇલવર્ક્સ દરમ્યાન ધુ્રજારીના સ્તરનું આકલન વીજેટીઆઇના પ્રોફેસરે કર્યું હતું.

આસપાસના ઇમારતો પર પાઇલિંગ વર્કથી શું અસર પડે છે તેનો અભ્યાસ કરવા રિડીંગ નોંધવામાં આવ્યા હતા. વધુ પડતો અવાજ અને વાઇબ્રેશન્સ ઘટાડવા પાઇલિંગ રિગ્સને સ્થિર કરવા જેસીબીનો ઉપયોગ કરવા અને વિશેષ પાઇલિંગ ટુલ્સનો ઉપયોગ કરવાની સલાહ વીજેટીઆઇના પ્રોફેસર અભય ભાંબોલેએ કોન્ટ્રેકટરના એન્જિનિયરોને આપી હતી.

વીજેટીઆઇની નિમણૂક કરવાનો નિર્ણય બુધવારે લેવાયો હતો. બીએમસીના એક અધિકારીએ કહ્યું હતું કે આ વિસ્તારમાંના રહેણાક ઇમારતોનું સ્ટ્રકચરલ ઓડિટ એક કન્સ્લટિંગ ફર્મ પાસે કરાવવામાં આવ્યુ ંહતું, અને તે પછી પાઇલિંગ વકર્સ આ મહિનામાં શરૃ કરવામાં આવ્યા હતા. ધુ્રજારીની ફરિયાદો ૧૧મી ફેબુ્રઆરીથી  આવવાની શરૃ થઇ હતી.

કોસ્ટલ રોડ (દ્વિતીય ચરણ) વર્સોવાને ભાયંદર સાથે જોડશે જેમાં કેટલીક ટનલો, કેબલસ્ટેપડ બ્રિજ અને ઇન્ટરચેન્જિસનો (અન્ય રસ્તાઓ સાથે જોડાણ) સમાવેશ થશે ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડ (જીએમએલઆર) સાથે પણ કોસ્ટલ રોડ કનેકટિવિટી પૂરી પાડશે.

કોસ્ટલ રોડ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું પાઇલિંગ વર્ક ચાલતું હતું ત્યારે  એટલે કે વર્ષ ૨૦૨૨ અગાઉ  મરીન ડ્રાઇવ અને ગિરગાવ વિસ્તારના રહેવાસીએ પણ ધુ્રજારીની ફરિયાદો કરતા હતા માટીમાં ખોદકામ માટે એડવાન્સ્ડ ટુલિંગનો ઉપયોગ કરવાથી ઇમારતોમાં ધૂ્રજારી ઘટી શકે છે તેવું વીજેટીઆઇના પ્રોફેસરે શુક્રવારે કહ્યું હતું. પાઇલિંગ રિગ્સમાં હલનચલન ઘટે તે માટે જેસીબી જેવી વધારાની સપોર્ટ મશીનરીનો ઉપયોગ કરવો જોઇએ. 

બિલ્ડીગોમાં વાઇબ્રેશન સુરક્ષિત  મર્યાદામાં રહે તે માટે  બિલ્ડીંગોમાં સેન્સર્સ લગાવી ઓનસાઇટ મોનિટરિંગ કરવામાં આવશે. ડ્રિલીંગની સ્પીડ ઘટાડવાથી પણ જમીનમાં થતી ધુ્રજારીમાં ઘટાડો કરી શકાય છે.

કાંદિવલી (પ.ે)ના ચારકોપ સેકટર ૮ના રહેવાસીઓએ કોસ્ટલ રોડ ઇન્ટરકનેકટરના સોઇલ ઇન્વેસ્ટિગેશન દરમ્યાન ઇમારતોમાં ધુ્રજારીની ફરિયાદ કરી હતી. સ્થાનિક રહેવાસીઓએ સ્થાનિક નેતા અને મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણી સાથે મુલાકાત કરી હતી તે પછી વીજેટીઆઇના નિષ્ણાતો પાસે ટેકનિકલ ઇન્સ્પેકશન  કરવાની બીએમસીએ નિર્ણય કર્યું હતો.

સ્ટ્રકચરલ સેકટીનું આકલન કરાશે  અને નાગરિકોની રજુઆત  સાંભળીને ઉકેલ લવાશે તેવું અધિકારીએ કહ્યું હતું. સાઇટ પર ધૂળ અને અવાજ ઘટાડવા ૧૫ ફીટના ટીન બેરિયર્સ ઉભા કરવામાં આવશે તેવું પણ બીએમસી અધિકારીઓએ કહ્યું હતું.

વર્સોવા-ભાયંદર કોરિડોરમા કુલ લંબાઇ ૨૬.૩ કિલોમીટર છે. સપ્ટેમ્બર ૨૦૨૫માં કોસ્ટલ રોડ વર્ક સાઇટ પાસેની  ઇમારતોના દરેક ફલેટનું સ્ટ્રકચરલ ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું.