Get The App

તારા સુતરિયાનું હવે વીર પહારિયા સાથે ઈલૂ ઈલૂ

Updated: May 28th, 2025

GS TEAM


Google News
Google News
તારા સુતરિયાનું હવે વીર પહારિયા સાથે ઈલૂ ઈલૂ 1 - image


વીર  સારા અલીખાનનો એક્સ બોયફ્રેન્ડ છે   

તારાના એક્સ આદર જૈને લગ્ન કરી લીધાં બાદ હવે જાહ્નવીના બોય ફ્રેન્ડના ભાઈ સાથે રિલેશનમાં

મુંબઈ - તારા સુતરિયા અને વીર પહારિયા આજકાલ રિલેશનશિપમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બંને કેટલાંક સમયથી સાથે જોવા મળી રહ્યાં છે. 

બંને તાજેતરમાં એક ફેશન શોમાં સાથે દેખાયાં હતાં. બાદમાં એકથી વધુ વખત તેઓ ડીનર ડેટ પર પણ સાથે જોવા મળ્યાં છે. 

તારા સુતરિયાનું અફેર વર્ષો સુધી રણબીર-કરીનાના કઝીન આદર જૈન સાથે હતું. જોકે, આદરે તેની સાથે બ્રેક અપ બાદ અન્યત્ર મેરેજ કરી લીધાં હતાં. બીજી તરફ વીર અગાઉ સારા અલી ખાન સહિતની કેટલીક હિરોઈનો સાથે રિલેશનશિપ ધરાવી ચૂક્યો છે. 

વીરનો ભાઈ શિખર પહારિયા જાહ્નવીનો બોય ફ્રેન્ડ છે. જાહ્નવી અને શિખર બંનેનાં સંબંધોને તેમના પરિવારજનો સ્વીકારી ચૂક્યા છે. 

વીર પહારિયાનની પહેલી ફિલ્મ 'સ્કાયફોર્સ' તાજેતરમાં જ રીલિઝ થઈ ચૂકી છે.


Tags :