Mumbai

તારા સુતરિયાએ વીર સાથેના સંબંધોની ઓનલાઈન કબૂલાત કરી

By GS TEAM
21 Jul 20251 min read
તારા સુતરિયાએ વીર સાથેના સંબંધોની ઓનલાઈન કબૂલાત કરી

કેપ્શનમાં  વીરને પોતાનો ગણાવ્યોે  

બંનેના સોશિયલ મીડિયા ઈન્ટરેક્શન પરથી  રિલેશનશિપ કન્ફર્મ થઈ

મુંબઇ -  તારા સુતરિયા હાલ વીર પહાડિયા સાથે ડેટિગ કરી રહી હોવાની ચર્ચા છે. હવે તેણે સોશિયલ મીડિયા પર આ રિલેશનશિપ કન્ફર્મ કરી છે. 

તારા સુતરિયાએ પોતાનાં  મ્યુઝિક આલ્બમનો એક વિડીયો શેર  કર્યો હતો. તેના પર કોમેન્ટમાં વીર પહાડિયાએ તારાને તું મારી છો એમ કહી સંબોધી હતી. તારાએ પણ વીર પહાડિયાને તું મારો છો  એમ જણાવ્યુું હતું. આ સાથે બંનેએ પોતાના સંબંધો ઓફિશિયલ કરી દીધા છે તેમ મનાઈ રહ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, તારા સુતરિયા પહેલા આદર જૈન સાથે સંબંધમાં હતી. તેઓ લગ્ન કરવાના હોવાની પણ ચર્ચા હતી. પરંતુ  અચાનક જ તેમનું બ્રેક અપ થઈ ગયું હતું. ત્યારબાદ તે જાહ્નવી કપૂરના  બોયફ્રેન્ડ શિખર પહાડિયાના ભાઈ વીર સાથે  રિલેશનમાં હોવાનું મનાય છે. બંને અનેકવાર સાથે જોવા મળ્યાં છે.