સ્વારગેટ બળાત્કાર કસેના આરોપીએ 1 વર્ષમાં 22 હજાર પોર્ન ફિલ્મ જોયેલી
મોબાઈલ ફોનની ગુગલ સર્ચ હિસ્ટરીમાં માહિતી મળી
પોલીસે નોંધેલા આરપોનામામાં તેની માનસિક વકૃતિ છતી થઈ
મુંબઈ - સ્વારગેટ બળાત્કાર કેસમાં આરોપી દત્તા ગાડેએ એક વર્ષમાં એક બે નહીં પણ ૨૨ હજાર અશ્લીલ વિડિયો જોયાનું તેની ગુગલ હિસ્ટ્રીમાંથી સ્પષ્ટ થયું છે. આરોપીના ફોનમાં ગુગલ સર્ચ હિસ્ટરી સાઈબર પોલીસે તપાસતાં આ માહિતી બહાર આવી હતી. જેનાપરથી તેની માનસિક વિકૃતિ સામે આવી છે. ૨૫ ફેબુ્રઆરીએ સ્વારગેટડેપોમાં પીડિતાને ફસાવીને તેના પર બળાત્કાર થયો હતો. યુવતી પર બે વાર બળાત્કાર થયાની ઘટનાથી રાજ્યમાં ખળભળાટ મચ્યો હતો. કેસને ગંભીરતાથી લઈને પોલીસ કમિશનરે તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપી હતી. પોલીસે આરોપીને ગુનાટ ગામમાંથી પકડી લીધો હતો
આરોપી સામે ૮૨૩ પાનાંનું આરોપનામું દાખલ કરાયું છે. હાલ યેરવડા જેલમાં બંધ અરાોપી સામે પાંચ સાક્ષીના જવાબ નોંધવામાં આવ્યા છે. કેસમાં બાર પંચનામા કરવામાં આવ્યા છે અને પાંચ મબહત્ત્વના પંચનામામાંથી આરોપી ગુનાના સમય ઘટનાસ્થળે હાજર હોવાનું જણાવ્યું છે અને ઘટનાના નક્કર પુરાવા આરોપનામામાં રજૂ કરાયા છે.